Site icon News Continuous Bureau | Mumbai

બરાબરનું ફસાયું રાજીવ ગાંધી ફાઉન્ડેશન, ચીનથી મળેલી રકમની તપાસ થશે. જાણો સરકારે શું નિર્ણય લીધો??…

સરકારી બંગલો ખાલી કરીને રાહુલ ગાંધી અહીં રહેશે, ઘરનો સામાન પણ પહોંચી ગયો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

8 જુલાઈ 2020

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન અને ચીની દૂતાવાસ તરફથી ડોનેશન મળ્યું હતું એ વાત સબૂતો સહિત સામે આવ્યા બાદ હવે ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે.. ગૃહમંત્રાલય દ્વારા એક સમિતિ નિમવામાં આવી છે જે 'રાજીવ ગાંધી ફાઉન્ડેશન' ને મળેલા ભંડોળની તપાસ કરશે.

ઉપરોક્ત માહિતી બુધવારે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આપી છે. જેમાં લખ્યું હતું કે "કેન્દ્રીય ગૃહમંત્રાલય એક આંતર મંત્રાલય સમિતિની રચવા જઈ રહી છે, જે 'રાજીવ ગાંધી ફાઉન્ડેશન', 'રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ' અને 'ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ' ની તપાસ કરશે અને આ તપાસમાં PMLA એક્ટ, ઇન્કમટેક્સ એક્ટ અને FCRA ના નિયમોના ભંગ ની તપાસ કરશે."

ટૂંકમાં આખી વિગત જાણીએ તો રાજીવ ગાંધી ફાઉન્ડેશન ની સ્થાપના 1991 કરવામાં આવી હતી. જેના ફાઉન્ડર મેમ્બર તરીકે સોનિયા ગાંધી અને અન્ય સ્થાઈ મેમ્બર તરીકે મનમોહનસિંહ, ચિદમ્બરમ, મોન્ટેકસિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે. આ ફાઉન્ડેશનમાં 2005 થી 2009 દરમિયાન મનમોહનસિંહની સરકાર રહેતા, પ્રધાનમંત્રી રાહત કોષમાંથી ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. જેની તપાસ થશે કે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આ ભંડોળ ફાઉન્ડેશનને કેમ આપવું પડ્યું!!? જ્યારે 1.45 કરોડ રૂપિયાનું ડોનેશન ચીન દ્વારા આપવામાં આવ્યું છે તો આ વિદેશી ડોનેશન કેમ લેવું પડ્યું અને કયા નિયમો ને આધારે સ્વીકારવામાં આવ્યું છે તેની તપાસ આ સમિતિ કરશે જેનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version