News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી ચૂંટણીનો(Elections) માહોલ જામી રહ્યો છે, તેવામાં દેશને નવા ચૂંટણી કમિશનર(Election commissioner) મળ્યાં છે.
દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર(Election commissioner) તરીકે રાજીવ કુમારની(Rajiv kumar) નિમણૂક કરવામાં આવી છે.
સુશીલ ચંદ્રા(Sushil chandra) હાલ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને 15મીએ તેઓ આ કાર્યભાર રાજીવ કુમારને સોંપશે
રાજીવ કુમાર 15 મે 2022 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે.
મહત્વનું છે કે રાજીવ કુમારની નિમણૂકને લઈને કાયદા મંત્રાલય(Ministry of Law) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ(President) રામનાથ કોવિંદે(Ramnath kovind) રાજીવ કુમારની નિમણૂક કરી છે
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..