Site icon

Rajnath Singh On China: લોકસભા ચૂંટણી વચ્ચે રાજનાથ સિંહે પાકિસ્તાન પ્રહારો કરતા કહ્યું, PoK અમારું હતું અને રહેશે..

Rajnath Singh On China: ચીનને કડક સંદેશ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદી જ્ર્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી પાડોશીઓ દેશની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતા નથી.

Rajnath Singh On China In the middle of the Lok Sabha elections, Rajnath Singh attacked Pakistan and said, PoK was and will be ours..

Rajnath Singh On China In the middle of the Lok Sabha elections, Rajnath Singh attacked Pakistan and said, PoK was and will be ours..

News Continuous Bureau | Mumbai 

Rajnath Singh On China: દેશમાં ચૂંટણીનો માહોલ છે અને આવી સ્થિતિમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે. ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ચીનને ( China )  કડક સંદેશ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદી જ્ર્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી પાડોશીઓ દેશની એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતા નથી. તેમજ પાકિસ્તાન પર નિશાન સાધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, પાકિસ્તાને પણ આતંકવાદનો માર સહન કરવો પડશે. 

Join Our WhatsApp Community

મિત્રો જીવનમાં પરિવર્તન લાવી શકે છે, પડોશીઓ નહીં…

સંરક્ષણ મંત્રીએ ( Defense Minister ) નિવદનમાં વઘુમાં કહ્યું હતું કે, મિત્રો જીવનમાં પરિવર્તન લાવી શકે છે, પડોશીઓ નહીં. પીઓકે અમારું હતું, અમારું છે અને અમારુ જ રહેશે. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ છે, તો ભારત પાકિસ્તાનને આતંકવાદીને કાબુમાં કરવા સહયોગ કરવા માટે તૈયાર છે. જો પાકિસ્તાન આતંકવાદને ( Pakistan terrorism ) બંધ કરવા માંગે છે તો ભારત સહયોગ માટે તૈયાર છે. અને જો તેવુ નથી કરી શકતું તો પછી પાકિસ્તાને પણ આતંકવાદનો માર સહન કરવો પડશે.

આ સમાચાર પણ વાંચો : Pulwama Encounter: કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર, એન્કાઉન્ટર ચાલુ..

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારે (10 એપ્રિલ) રાજનાથ સિંહે સંભલમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે આ સમયે દેશ સુરક્ષિત હાથમાં છે અને દેશના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, “જ્યારથી ભાજપે કલમ 370 નાબૂદ કરવાનું કામ કર્યું છે ત્યારથી ત્યાં ન તો અલગતાવાદ છે કે ન તો પથ્થરમારો. કાશ્મીરમાં શાંતિ છે. એવું પણ શક્ય છે કે પીઓકેના ( PoK ) લોકો પણ અમને કાશ્મીરનો હિસ્સો બનાવવાનું કહે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version