ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકવાર ફરી શરૂ થઈ અને વિપક્ષના હંગામાના કારણે એકવાર ફરી રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલુ છે.
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદ સભ્યો સંસદમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા છે.
રાજ્યસભાના 12 સાંસદના સસ્પેન્શનને લઈને વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રનો બીજો દિવસ 12 વિપક્ષી સાંસદોના સસ્પેન્શન પર ચર્ચા, હોબાળો અને ગૃહને સ્થગિત કરીને સમાપ્ત થયો હતો.
