ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 સપ્ટેમ્બર 2020
રાજ્યસભાને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. વિતેલા ત્રણ-ચાર દિવસથી 'ખેડૂત બિલ'ને લઈને સત્તા અને વિપક્ષની વચ્ચે વૈચારિક લડાઈનું કેન્દ્ર બન્યું છે. રવિવારે રાજ્યસભામાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જ્યારે ઉપ સભાપતિ હરિવંશ ચેર પર બેઠાં હતા ત્યારે, વિપક્ષ એ જોરદાર હોબળો કર્યો હતો. ચેરની ગરિમાની અવગણના કરી હતી. સોમવારે સાંસદોની આ હરકત પર કાર્યવાહી કરતાં 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાંસદને સસ્પેન્ડ કર્યા બાદ તેઓ સંસદ પરિસરમાં જ ગાંધી પ્રતિમા આગળ આખી રાત ધારણા પર બેસી રહયાં હતાં.
આજે સવારે ધરણા સ્થળ પરથી એક સુંદર દ્રશ્ય સામેં આવ્યું. જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલ 8 સાંસદો માટે ચા અને નાસ્તો લઈને ખુદ ઉપ સભાપતિ હરિવશં પહોંચ્યા હતાં. પરંતુ સાંસદોએ ચા પીવાનો ઈન્કાર કર્યો હતો. 'આપ' નેતા સંજય સિંહે કહ્યું, “અમે ઉપ સભાપતિ જીને કહ્યું કે, ખેડૂત વિરોદી કાળો કાયદો પરત લો.” સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે,
આ 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
• ડેરેક ઓ બ્રાયન- તૃણમૂલ
• ડોલા સેન- તૃણમૂલ
• રિપુન બોરા- કોંગ્રેસ
• રાજીવ સાતવ- કોંગ્રેસ
• સૈયદ નઝીર- કોંગ્રેસ
• સંજય સિંહ- આપ
• ઈ. કરીમ- સીપીઆઈ
• કે. કે. રાગેશ- સીપીઆઈ