Site icon News Continuous Bureau | Mumbai

Rajya Sabha Election Final Scorecard: રાજ્યસભા સ્કોરકાર્ડ: ચૂંટણી બાદ બદલાયું ગૃહનું ગણિત! NDA ની પકડ મજબૂત, વિપક્ષી છાવણીમાં ચિંતા; જાણો કોને કેટલું નુકસાન

Rajya Sabha Election Final Scorecard: બિહાર, હરિયાણા અને ઓડિશામાં એનડીએનો દબદબો: ભાજપ ગઠબંધનને 10 બેઠકોનો મોટો ફાયદો, લાલુ યાદવની આરજેડી (RJD) અને તેલંગાણાની બીઆરએસ (BRS) ના સૂપડા સાફ.

Rajya Sabha Election Final Scorecard NDA Wins 22 Seats, Congress Gets 6; Big Blow to RJD and BRS as NDA Gains 10 Seats

Rajya Sabha Election Final Scorecard NDA Wins 22 Seats, Congress Gets 6; Big Blow to RJD and BRS as NDA Gains 10 Seats

News Continuous Bureau | Mumbai

 દેશના 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એપ્રિલ-2026 માં ખાલી પડનારી આ બેઠકો માટે યોજાયેલા જંગમાં એનડીએ (NDA) એ શાનદાર પ્રદર્શન કરતા 22 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા બ્લોક’ અને અન્ય પક્ષોના ફાળે માત્ર 15 બેઠકો આવી છે. બિહારમાં તેજસ્વી યાદવ અને ઓડિશામાં બીજેડી-કોંગ્રેસની રણનીતિ એનડીએ સામે નિષ્ફળ સાબિત થઈ છે.37 બેઠકોમાંથી 26 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની 11 બેઠકો પર સોમવારે મતદાન થયું હતું.

Join Our WhatsApp Channel

એનડીએ અને વિપક્ષનું પક્ષવાર ગણિત

એનડીએ (NDA) – કુલ 22 બેઠકો:
ભાજપ (BJP): 13 બેઠકો
જેડીયુ (JDU): 2 બેઠકો
અન્ય સાથી પક્ષો: શિંદેની શિવસેના (1), અજિત પવારની NCP (1), AIADMK (1), PMK (1), UPPL (1), RLSM (1) અને ભાજપ સમર્થિત અપક્ષ (1).
વિપક્ષ – કુલ 15 બેઠકો:
કોંગ્રેસ: 6 બેઠકો (2 બેઠકોનો ફાયદો)
TMC: 4 બેઠકો
DMK: 3 બેઠકો
શરદ પવારની NCP: 1 બેઠક
BJD: 1 બેઠક

આ સમાચાર પણ વાંચો : Donald Trump: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પનો ગુસ્સો: ‘અમે રક્ષણ આપ્યું અને આજે તેઓ જ સામે થયા’; પશ્ચિમી દેશો વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન.

કોને થયો ફાયદો અને કોને નુકસાન?

રાજ્યસભાની આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો એનડીએને થયો છે. ચૂંટણી પહેલા આ 37 બેઠકોમાંથી એનડીએ પાસે 12 બેઠકો હતી, જે હવે વધીને 22 થઈ ગઈ છે (10 બેઠકોનો ફાયદો). બીજી તરફ, વિપક્ષ પાસે પહેલા 25 બેઠકો હતી, જે હવે ઘટીને 15 પર આવી ગઈ છે (10 બેઠકોનું નુકસાન).
RJD: લાલુ યાદવની પાર્ટી પાસે 2 બેઠકો હતી જે હવે 0 થઈ ગઈ છે.
BRS: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટીએ પોતાની એકમાત્ર બેઠક ગુમાવી છે.
શિવસેના (UBT) અને CPIM: આ બંને પક્ષોને એક પણ બેઠક મળી નથી.

બિહાર અને ઓડિશામાં ભાજપની રણનીતિ સફળ

બિહારમાં તેજસ્વી યાદવે ઓવૈસીની પાર્ટી (AIMIM) સાથે હાથ મિલાવ્યા હોવા છતાં તેઓ એનડીએને રોકવામાં નિષ્ફળ રહ્યા. ઓડિશામાં પણ બીજેડી અને કોંગ્રેસની જોડી કોઈ ખાસ કમાલ કરી શકી નહીં. ભાજપે પોતાની બેઠકો 9 થી વધારીને 13 કરી લીધી છે, જે દર્શાવે છે કે ઉપલા ગૃહમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.

Omar Abdullah Marries Nidhi Razdan જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કહ્યું, ‘નવા સફરની શરૂઆત’
INDIA Bloc Charges Against CEC Gyanesh Kumar ચૂંટણી ચોરી અને ૧૩.૨ કરોડ મતદારોના નામ હટાવવાનો દાવો મલ્લિકાર્જુન ખડગેએ CEC જ્ઞાનેશ કુમાર પર લગાવ્યા ૬ ગંભીર આરોપ
Air Chief Marshal Ashutosh Dixit Takes Charge એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ૨૯મા વાયુસેના વડા તરીકે કમાન સંભાળી ૪૨ વર્ષની સેવા બાદ એપી સિંહ થયા નિવૃત્ત
Opposition Parties Skip Ramlila Maidan Rally રામલીલા મેદાનની વિપક્ષી રેલીથી આ ૪ પક્ષો રહેશે દૂર ટીવીકે અને બીજેડીએ પોતાની રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરી
Exit mobile version