Site icon

Rajya Sabha Elections: 15 રાજ્યોમાં 56 રાજ્યસભા બેઠકો માટે થઇ ચૂંટણીની જાહેરાત, મતદાનની તારીખ જાહેર; જુઓ સંપૂર્ણ યાદી..

Rajya Sabha Elections:ભારતના ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી છે કે 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. આ સાથે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યસભાની ચૂંટણીઓ ભારતની કેટલીક રાજ્ય વિધાનસભાઓમાં નિયમિત છ વર્ષના ચક્રના ભાગ રૂપે યોજવામાં આવશે.

Rajya Sabha ElectionsElection Commission releases date of Rajya Sabha elections to 56 seats from 15 states

Rajya Sabha ElectionsElection Commission releases date of Rajya Sabha elections to 56 seats from 15 states

News Continuous Bureau | Mumbai

Rajya Sabha Elections: કેન્દ્રીય ચૂંટણી પંચે ( Central Election Commission ) આજે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 15 રાજ્યોની આ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે 13 રાજ્યોના 50 રાજ્યસભાના ( Rajya Sabha )  ઉમેદવારોની સદસ્યતા 2 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. તો 3જી એપ્રિલે 6 અન્ય બેઠકો ખાલી થશે.

Join Our WhatsApp Community

રાજ્યોમાં ( States ) ચૂંટણી યોજાશે

આ ચૂંટણી કુલ 13 રાજ્યોમાં યોજાશે. ઉત્તર પ્રદેશમાં 10, મહારાષ્ટ્રમાં 6, બિહારમાં 6, પશ્ચિમ બંગાળમાં 5, મધ્યપ્રદેશમાં 5, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 4, આંધ્રપ્રદેશમાં 3, તેલંગાણામાં 3, રાજસ્થાનમાં 3, ઓડિશામાં 3, 3 ઉત્તરાખંડમાં છત્તીસગઢમાં 1, હરિયાણામાં 1 અને હિમાચલ પ્રદેશમાં 1 સીટ પર ચૂંટણી યોજાવાની છે.

રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું

રાજ્યસભાની બેઠકો ( Rajya Sabha Seats ) માટે નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 16 ફેબ્રુઆરીના રોજ નામાંકનની ચકાસણી કરવામાં આવશે. 20મી ફેબ્રુઆરી સુધી નામ પરત ખેંચી શકાશે. 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. 29મી ફેબ્રુઆરી પહેલા ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  INS Sumitra : ભારતીય નૌકાદળની ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી, માછીમારોને બચાવવા માટે મોકલવામાં આવ્યું આ શક્તિશાળી યુદ્ધ જહાજ..

ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓ દ્વારા ચૂંટાય છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version