ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
સીબીઆઈ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ વર્તમાનથી વધારીને પાંચ વર્ષ કરવાનો માર્ગ મોકળો થયો છે.
રાજ્યસભામાં બે બિલ પસાર કરવામાં આવ્યા છે. જેમાં સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવાનું નક્કી કરાયું છે.
પસાર કરાયેલા બિલ અનુસાર કાર્યકાળ બે વર્ષનો હોય તેને દર વર્ષે એક વર્ષ માટે લંબાવી દેવામાં આવશે અને પાંચ વર્ષ સુધી ડાયરેક્ટર પદે રહી શકાશે.
આ બિલ 9 ડિસેમ્બરે લોકસભામાં પસાર થઈ ગયું છે.
હાલ આ કાર્યકાળ બે વર્ષનો જ છે. જોકે તેને લંબાવવાના નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગયા મહિને જ આ કાર્યકાળ લંબાવવા માટે વટહુકમ બહાર પાડયો હતો.
