Site icon News Continuous Bureau | Mumbai

હવે CBI અને ED ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, સંસદમાં પાસ થયું બિલ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

સીબીઆઈ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ વર્તમાનથી વધારીને પાંચ વર્ષ કરવાનો માર્ગ મોકળો થયો છે.

રાજ્યસભામાં બે બિલ પસાર કરવામાં આવ્યા છે. જેમાં સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવાનું નક્કી કરાયું છે.

પસાર કરાયેલા બિલ અનુસાર કાર્યકાળ બે વર્ષનો હોય તેને દર વર્ષે એક વર્ષ માટે લંબાવી દેવામાં આવશે અને પાંચ વર્ષ સુધી ડાયરેક્ટર પદે રહી શકાશે. 

આ બિલ 9 ડિસેમ્બરે લોકસભામાં પસાર થઈ ગયું છે.

હાલ આ કાર્યકાળ બે વર્ષનો જ છે. જોકે તેને લંબાવવાના નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગયા મહિને જ આ કાર્યકાળ લંબાવવા માટે વટહુકમ બહાર પાડયો હતો.

Bank Holidays This Week આ અઠવાડિયે 6 દિવસ બંધ રહેશે બેંકો, આજથી જ શરૂ થશે રજાઓ જુઓ બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ
Underworld Don Hemant Pujari Arrested 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન હેમંત પુજારી મલેશિયામાં ઝડપાયો, ઇથિયોપિયાથી ગેંગસ્ટર આફરીદી પણ ભારત લાવવામાં આવ્યો
BrahMos Missile Deal ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે વધુ બ્રહ્મોસ મિસાઈલ 700 થી 800 મિલિયન ડૉલરના સંભવિત સોદાથી ચીનની ચિંતા વધશે
Congress Donation Drop કૉંગ્રેસનું ફંડ ખાલી એક જ વર્ષમાં દાનમાં ૭૫% નો મોટો ઘટાડો, ૧૦ વર્ષમાં સૌથી ઓછી આવક
Exit mobile version