શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા નું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રાકેશ ઝુનઝુનવાલાએ મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
