નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા એ મંગળવારે સરકારને જમ્મુ-કાશ્મીરના લોકોને 'દિલથી લગાવવા' અને પ્રદર્શનકારી કિસાનોની વાત સાંભળવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે કહ્યું કે, 'ભગવાન રામ આપણા બધાના છે અને જો અલ્લાહ તથા ભગવાનમાં ફર્ક કરવામાં આવ્યો તો દેશ તૂટી જશે.'
ભગવાન અને અલ્લાહ એક છે. તેમણે તે વાત પર ભાર આપ્યો, 'રામ તો વિશ્વના રામ છે. જો તે દુનિયાના રામ છે તો આપણા બધાના રામ છે.
કુરાન માત્ર અમારૂ નહીં, બધાનું છે. બાઇબલ બધાનું છે.

