Site icon

Ram Mandir Inauguration: કેન્દ્ર સરકારે જારી કરી એડવાઈઝરી.. અયોધ્યાના રામ મંદિર વિશે ખોટા સમાચાર ફેલવશો, તો કાર્યવાહી કરવામાં આવશે…

Ram Mandir Inauguration: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવે થોડો સમય જ બાકી છે. ત્યારે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી પ્રસારિત કરવામાં આવી છે..

Ram Mandir Inauguration Central government has issued an advisory.. If you spread wrong news about Ayodhya's Ram temple.. then action will be taken

Ram Mandir Inauguration Central government has issued an advisory.. If you spread wrong news about Ayodhya's Ram temple.. then action will be taken

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Inauguration: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા ( Security system ) સઘન કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે ( Central Govt ) એક એડવાઈઝરી જારી કરીને મીડિયા આઉટલેટ્સ ( Media outlets ) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા અને ભ્રમિત કરનારા સમાચાર પ્રકાશિત કરવાથી બચવા કહ્યું છે. 

Join Our WhatsApp Community

રામ મંદિરને લઈને ખોટા સમાચાર પ્રસારિત થશે તો કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે સૂચના અને પ્રસારણ મંત્રાલય ( Ministry of Information and Broadcasting )  દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં ( Advisory ) કહેવામાં આવ્યું છે કે, “એવું જોવામાં આવ્યું છે કે કેટલાક ખોટા, ભડકાઉ અને નકલી સંદેશાઓ ( Fake messages ) ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે.” અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિમાનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા લોકો હાજરી આપશે .

ફેક ન્યુઝથી, નકલી VIP ટીકીટની ( VIP tickets ) લાલચથી બચો…

ભગવાન રામલલાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામ મંદિર સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી નકલી લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Sania-Shoaib Divorce: સાનિયા મિર્ઝાથી અલગ થવાની અફવા વચ્ચે શોએબ મલિકે કર્યા બીજા લગ્ન, આ અભિનેત્રીને બનાવી લાઈફ પાર્ટનર.. જુઓ ફોટોસ..

શુક્રવારે (19 જાન્યુઆરી), ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને અયોધ્યા રામમંદિર પ્રસાદની યાદી હટાવવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના પર એમેઝોને કહ્યું કે તે તેની નીતિઓ અનુસાર આવા લિસ્ટિંગ સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે.

અહેવાલમાં વધુ જણાવ્યા અનુસાર, એમેઝોને સ્વીકાર્યું કે તેને કેટલાક વિક્રેતાઓના ભ્રામક પ્રોડક્ટના દાવા અંગે CCPA તરફથી નોટિસ મળી છે અને કંપની તેમની તપાસ કરી રહી છે.

આના થોડા દિવસો પહેલા, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઇન્સ્ટન્ટ વીઆઇપી ટિકિટનો દાવો કરતો નકલી QR કોડ સાથેનો એક WhatsApp મેસેજ વાયરલ થયો હતો. જે બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટે પોતે જ પસંદ કરેલા મહેમાનોને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટે આમત્રિત કરી રહ્યા છે..

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version