News Continuous Bureau | Mumbai
Ram Mandir: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રામ કથાકાર મોરારી બાપુને ( Morari Bapu ) રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. મોરારી બાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામ કથા કરશે તેવું મીડિયા અહેવાલો છે.
Embark on a spiritual journey with #MorariBapu at Ayodhya’s Ram Katha starting Feb 24. Discover the essence of Ramlalla’s honor and political inspiration from Lord Ram. 🕊️🌟 #AyodhyaRamKatha #Ramlalla #PranPratishtha #RamMandirhttps://t.co/43MZPxoPgO
— GrowNxt Digital (@GrowNxtDigital) January 16, 2024
મીડિયા સાથેની વાતચીતમાં મોરારી vબાપુએ જણાવ્યું છે કે, હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ( Ram Mandir Pran Pratishtha Mohotsav ) જઈ રહ્યો છું. આ ક્ષણને લઈ હું અભિભૂત છું. મારા જીવનની આટલી મોટી આ પહેલી ઘટના છે. આ રામ રાજ્યનું શુકન છે. રામ મંદિરના અભિષેકમાં જે કંઈ થઈ રહ્યું છે તે શાસ્ત્રો પ્રમાણે જ થઈ રહ્યું છે. જેમને ન આવવું હોય તેમને આશીર્વાદ આપવા જોઈએ. તમારે તમારી શુભેચ્છાઓ આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં એરસ્ટ્રઈક બાદ.. પાકિસ્તાનની ઈરાનને ચેતવણી કહ્યું, આના ગંભીર પરિણામો ભોગવવા જ પડશે.. અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન..
રામ મંદિરના મહોત્સવમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે…
ભારતનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. રામ મંદિરના મહોત્સવમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. મોરારી બાપુએ રામ મંદિરને 11 કરોડ રૂપિયા દાન પણ આપ્યા છે. તેમજ બાકીનું રામકથા ( Ram Katha ) સમયે દાન કરીશ એમ પણ મિડીયા રિપોર્ટમાં જણાવ્યું છે.નરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં શંકરાચાર્ય ઉપસ્થિત નથી રહેવાના અંગે બાપુએ જણાવ્યું હતું કે, એમના મનમાં શું છે તે તેઓ જાણે. આ શુભ અવસર પર તમામ ગુરૂજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, પરંતુ જેમને ન આવવું હોય, તેમને આશીર્વાદ આપવા જોઈએ.
