Site icon

Ayodhya: ઇતિહાસમાં પહેલીવાર… અયોધ્યા નો ચુકાદો ઐતિહાસિક અને તેનું લેખન પણ ઐતિહાસિક. સુપ્રીમ કોર્ટ ચુકાદાની નકલ નીચે આ કામ નહીં કરે…

Ayodhya: એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય ન્યાયાધીશે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર -બાબરી મસ્જિદનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સંઘર્ષના લાંબા ઇતિહાસને જોઇને સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે એકમત થઇને ચુકાદો આપવાનો નિર્ણય લીધો હતો.

Ram Mandir Pran Pratishta Ayodhya verdict is historic and its writing is also historic. This will not work under a copy of the Supreme Court judgment

Ram Mandir Pran Pratishta Ayodhya verdict is historic and its writing is also historic. This will not work under a copy of the Supreme Court judgment

News Continuous Bureau | Mumbai 

Ayodhya: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) ઐતિહાસિક ચુકાદાના ચાર વર્ષથી વધુ સમય પછી, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ( DY Chandrachud ) સોમવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે નિર્ણય કોણે લખ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવશે નહીં. સીજેઆઈએ કહ્યું કે જ્યારે પણ જજ કોઈ પણ કેસમાં નિર્ણય લે છે, ત્યારે તે બંધારણ ( Constitution ) અને કાયદા અનુસાર જ લે છે.

Join Our WhatsApp Community

એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય ન્યાયાધીશે ( CJI ) જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર ( Ayodhya Ram Mandir  )બાબરી મસ્જિદનો ( Babri Masjid ) જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સંઘર્ષના લાંબા ઇતિહાસને જોઇને સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે એકમત થઇને ચુકાદો આપવાનો નિર્ણય લીધો હતો. તેમ જ મસ્જિદને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું.

નામ જાહેર ના કરવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો…

ચુકાદો સંભળાવનારી બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ ચંદ્રચૂડે એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે ચુકાદો લખનારા ન્યાયાધીશનું નામ તેમાં સામેલ નહોતુ કરવામાં આવ્યું. પીટીઆઇ સાથેના ઇન્ટરવ્યૂમાં જ્યારે આ અંગે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે નામ જાહેર ના કરવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો. અયોધ્યાનો ચુકાદો વર્ષોથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેને અને દેશનો ઇતિહાસ તેમજ અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વસંમત્તિથી ચુકાદો આપવામાં આવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ (CJI) એ કહ્યું, ‘જ્યારે પાંચ જજની બેંચ ચુકાદા પર વિચાર-વિમર્શ કરવા બેઠી, જેમ કે આપણે બધા ચુકાદો સંભળાવતા પહેલા કરીએ છીએ, ત્યારે અમે બધાએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે આ કોર્ટનો ચુકાદો હશે. અને તેથી, ચુકાદો લખનાર કોઈપણ ન્યાયાધીશના નામનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું, ‘આ મામલામાં સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે, દેશના ઈતિહાસ પર આધારિત વિવિધ મંતવ્યો છે અને જેઓ બેન્ચનો ભાગ હતા તેઓએ નક્કી કર્યું કે આ કોર્ટનો નિર્ણય હશે. કોર્ટ એક અવાજે વાત કરશે અને આમ કરવા પાછળનો વિચાર સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે આપણે બધા માત્ર અંતિમ પરિણામમાં જ નહીં પરંતુ ચુકાદામાં આપેલા કારણોમાં પણ સાથે છીએ. એમ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Online Shopping: હરિયાણામાં iphone ના નામે નહાઇ નાખ્યું, કુરિયરમાં મંગાવ્યો ફોન અને નીકળ્યા સાબુ.. વાંચો આખો કિસ્સો

જ્યારે પણ હું કોઈ બાબત પર નિર્ણય આપું છું, ત્યારે હું તેને ત્યાં જ છોડી દઉં છું….

દેશના ચીફ જસ્ટિસે આપેલા ઈન્ટરવ્યુમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખવાના મુદ્દે કોઈપણ વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટના સર્વસંમત નિર્ણયની કેટલાક ક્વાર્ટરમાં ટીકા થઈ રહી છે.

વિવિધ નિર્ણય અંગે વાત કરવામાં આવે તો કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને તેની ટીકા પર સીજેઆઈએ કહ્યું કે ન્યાયાધીશો તેમના નિર્ણયો દ્વારા તેમના વિચારો વ્યક્ત કરે છે, જે નિર્ણય પછી જાહેર સંપત્તિ બની જાય છે. તેથી મુક્ત સમાજમાં લોકો તેના વિશે પોતાનો અભિપ્રાય બનાવી શકે છે. મને નથી લાગતું કે ટીકાનો જવાબ આપવો અથવા મારા નિર્ણયનો બચાવ કરવો મારા માટે યોગ્ય રહેશે.

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ઘણી વખત જે કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, હું બહુમતીના નિર્ણયોમાં હતો અને ઘણી વખત હું લઘુમતીના નિર્ણયોમાં હતો. ન્યાયાધીશના જીવનમાં મહત્વની બાબત એ છે કે પોતાને ક્યારેય કોઈ પણ મુદ્દા સાથે ન જોડો. જ્યારે પણ હું કોઈ બાબત પર નિર્ણય આપું છું, ત્યારે હું તે મુદ્દાને ત્યાં જ છોડી દઉં છું ને આગળ વધુ છું.

આ સમાચાર પણ વાંચો :  Hit and Run New Law: નવા હિટ એન્ડ રન કાયદા વિરુદ્વ ટ્રક અને ડમ્પર ચાલકોની હડતાળ.. અનેક રાજ્યોમાં ચક્કાજામ.. વાહનવ્હવહાર થયો ઠપ્પ..

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version