Site icon

Ram Mandir Pran Pratishtha: ભારત સાથે ન્યુયોર્ક પણ બન્યુ રામમય.. ટાઈમ સ્કવેર પર રામ ભક્તોની ઉમટી ભીડ.. જુઓ વિડીયો..

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આ સમયે દેશ તેમજ વિદેશમાં પણ જોરશોરથી લોકો રામમય બન્યા છે. સમગ્ર તરફ બસ રામનામ જપ જ સંભળાય રહ્યા છે.

Ram Mandir Pran Pratishtha, Along with India, New York also became Rammay, Huge crowd of Ram devotees at Time Square

Ram Mandir Pran Pratishtha, Along with India, New York also became Rammay, Huge crowd of Ram devotees at Time Square

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં આજે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે અમેરિકા પણ રામમય બની ગયો છે. ત્યાં રહેતા તમામ હિન્દુ ભારતીયો રામની ભક્તિમાં લીન છે. આ ખાસ અવસર પર ન્યૂયોર્કના  ( New York )  ટાઈમ્સ સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળી રહ્યા છે. ટાઈમ્સ સ્ક્વેરમાં ( Times Square ) તમામ ભારતીયો ( Indians )  રામના ગીતો ગાતા, નાચતા અને ગાતા હોય સાથે દરેકના હાથમાં રામના ફોટા સાથે ઝંડા દેખાય રહ્યા છે. 

Join Our WhatsApp Community

રામ મંદિરના ( ayodhya ram mandir ) અભિષેકની ઉજવણી કરવાની રીત પણ એકદમ આધુનિક છે. ટાઇમ્સ સ્ક્વેરની સ્ક્રીન પર રામના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકોએ રામના ફોટા સાથે ભગવા ઝંડા લહેરાવ્યા હતા. દરમિયાન, ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ના સભ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાડુનું વિતરણ પણ કર્યું હતું. સંસ્થાના સભ્ય પ્રેમ ભંડારીના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ અમેરિકામાં ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે આ કાર્યક્રમ સાથે વિશ્વભરના લોકોને જોડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Thailand: ભારતની જેમ આ દેશમાં પણ વસે છે અયોધ્યા શહેર…. અહીં રામની પૂજા સાથે રામાયણનો પાઠ પણ થાય છે.. જાણો ક્યો છે આ દેશ..

 ટાઇમ્સ સ્ક્વેરમાં પણ લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે…

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ ના સભ્યે જણાવ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે અમારા જીવનકાળમાં આ દિવ્ય દિવસના સાક્ષી બની રહ્યા છે. અભિષેક વિધી અયોધ્યામાં ચાલુ થઈ ગઈ છે. ટાઇમ્સ સ્ક્વેરમાં પણ લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે અને આ જગ્યા અયોધ્યાથી ઓછી નથી લાગી રહી. અહીં ભારતીય મૂળના લોકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે અહીં વિવિધ સ્થળોએ વિવધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટાઈમ્સ સ્ક્વેરમાં કેટલાક બિલબોર્ડ પર ભગવાન રામની તસવીરો પણ જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version