News Continuous Bureau | Mumbai
Ram Temple Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) નાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજ ( Muslim Community ) ની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદ ( Jamiat Ulema-e-Hind ) નાં ચીફ મૌલાના મહમૂદ અસર મદની ( Maulana Mahmood Asr Madani ) એ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,’ મુલ્કનાં વજીર-એ-આઝમ (દેશનાં PM) એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ…’
તેમણે કહ્યું કે,” સાંભળવામાં આવ્યું છે કે અયોધ્યામાં જે મસ્જિદ ( Masjid ) પણ બનાવવામાં આવી રહી છે ત્યાં પણ PM મોદી જઈને ઉદ્ઘાટન કરશે. ત્યારે હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું- પહેલી કે અયોધ્યા પર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ નિર્ણયને અમે સાચો માનતા નથી. અમારું માનવું છે કે એ ચુકાદો ખોટા માહોલમાં લેવામાં આવ્યો છે.”
The #BabriMasjid Judgement was completely wrong. The Prime Minister should not participate in the inauguration ceremony in #Ayodhya: Maulana Mahmood Asad Madani pic.twitter.com/BROfdPXFpv
— Jamiat Ulama-i-Hind (@JamiatUlama_in) October 27, 2023
જમીયતનાં લોકો જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો જમીયત કાર્યવાહી કરશે…
મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ” બીજી વાત એ કે મુલ્કનાં વજીર-એ-આઝમને ન તો કોઈ મંદિર અને ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટન માટે જવું જોઈએ. આ બધી બાબતોથી તેમણે પોતાને દૂર રાખવું જોઈએ. આ જનતાનો મામલો છે. હું જમીયતનાં લોકોને કહેવા ઈચ્છું છું કે તે જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો તેમની સામે જમીયત કાર્યવાહી કરશે.”
આ સમાચાર પણ વાંચો : Bihar: સંસ્કૃત પેપરમાં ઇસ્લામને લગતા પ્રશ્નો પુછાતા મચ્યો હોબાળો.. ગિરીરાજે સિંહે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..
આ સમાચાર આવ્યા બાદથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોના નેતાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ રામ મંદિરના ભૂમિપૂજન માટેના ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તે સમયે પણ આ કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીને લઈને વિવાદ થયો હતો.