Site icon News Continuous Bureau | Mumbai

બાબા રામદેવની જીભ લપસી ગઈ મહિલાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું સ્ત્રીઓ કપડાં વગર પણ ખૂબસૂરત લાગે છે, જુઓ વીડિયો

Ramdev Baba controversial statement about women

   News Continuous Bureau | Mumbai

યોગને લઈને હંમેશા સમાચારોમાં રહેતા પતંજલિના યોગ ગુરુ રામદેવ બાબાએ ( Ramdev Baba ) મહિલાઓ ( women ) બાબતે વિવાદાસ્પદ નિવેદન ( controversial statement ) આપ્યું છે. મુંબઈના થાણેમાં યોગ કાર્યક્રમમાં બોલતી વખતે રામદેવ બાબાની જીભ લપસી ગઈ હતી. જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે હાજર હતા.

Join Our WhatsApp Channel

રામદેવ બાબાએ શું કહ્યું?

થાણે ખાતેની સભામાં રામદેવ બાબાએ ( Ramdev Baba ) હિન્દીમાં નિવેદન ( controversial statement  ) આપ્યું હતું. તેમણે કહ્યું, આ મીટિંગ માટે સાડી પહેરવામાં કોઈ સમસ્યા નથી… હવે ઘરે જઈને સાડી પહેરો, રામદેવે આગળ કહ્યું, મહિલાઓ ( women ) સાડીમાં સારી લાગે છે, અમૃતા ફડણવીસ જેવા ડ્રેસ (સલવાર સૂટ)માં પણ મહિલાઓ સારી લાગે છે.. અને તેઓ ન પહેરે તો પણ સારા લાગે છે.

આ સમાચાર પણ વાંચો:   કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂણેના લોહેગાંવ એરપોર્ટ ખાતે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે મલ્ટી લેવલ કાર પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું

શુક્રવારે થાણેમાં મહિલાઓ ( women ) માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન માટે મહિલાઓ સાડીઓ લઈને આવી હતી. પરંતુ સવારે યોગ વિજ્ઞાન શિબિર યોજાઈ હતી, ત્યારબાદ મહિલાઓ માટેની સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી. જેથી મહિલાઓને સાડી પહેરવાનો સમય મળતો ન હતો. તેથી રામદેવ બાબાએ ( Ramdev Baba )  ઉપરોક્ત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. રામદેવ બાબાના આ નિવેદનની હવે ટીકા થઈ રહી છે. રામદેવ બાબાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Rahul Gandhi Defamation Case પીએમ મોદી સામેની ટિપ્પણીથી જોડાયેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર લગાવી રોક
Indian Army Bharat Rice આર્મી કેમ્પ અને ફોરવર્ડ પોસ્ટ્સ પર પહોંચશે શ્રેષ્ઠ અનાજ! જવાનો માટે ‘ભારત ચોખા’; ન્યુટ્રિશન અને સ્વાદ બંને મળશે
Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Exit mobile version