Site icon

Ramotsav in Ayodhya: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, માત્ર આ પાંચ લોકોને મળશે રામલલ્લાના સૌ પ્રથમ દર્શન કરવાનો અવસર..

Ramotsav in Ayodhya: આગામી 22 જાન્યુઆરીએ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં પધારશે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકો જ હાજર રહેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘના વડા મોહન ભાગવત અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિના આચાર્યનો સમાવેશ થાય છે.

Week-long celebrations to mark Pran Pratishtha at Ram Janmabhoomi Temple. Read details of rituals planned

Week-long celebrations to mark Pran Pratishtha at Ram Janmabhoomi Temple. Read details of rituals planned

 News Continuous Bureau | Mumbai 

Ramotsav in Ayodhya : અયોધ્યા ( Ayodhya ) માં રામ લલ્લા ના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના લોકાર્પણ સમારોહ માટે દેશ-વિદેશના લોકો આવવાના હોવાથી સમગ્ર વિસ્તારને શણગારવામાં આવી રહ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને વિશ્વભરના રામ ભક્તો ( Ram Devotee ) માં ભારે ઉત્સાહ છે. આગામી 22 જાન્યુઆરીએ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં પધારશે. જો કે ઉદ્ઘાટન દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) , રાજ્યપાલ આનંદીબેન પટેલ ( Governor Anandiben Patel ) , મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મોહન ભાગવત ( Mohan Bhagwat ) અને મંદિરના મુખ્ય પૂજારી જ મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેશે.

Join Our WhatsApp Community

  મંદિરના ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે

 મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રાણ પ્રતિષ્ઠા ( Pran Pratishtha )  દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત પડદો પણ બંધ રહેશે. પહેલા ભગવાન રામ ( Lord Ram ) ને અરીસો બતાવવામાં આવશે. જેમાં રામલલાનો ચહેરો જોવા મળશે. દલપૂજા માટે આચાર્યોની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. મૂર્તિની પસંદગીથી માંડીને ટ્રસ્ટની મીટીંગના આયોજન સુધીની દરેક બાબતોનું આયોજન સુચારૂ કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : US Shooting: અમેરિકાના ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં થયો અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

ઉજવણીના સાત દિવસ

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાત દિવસ સુધી ચાલશે. આ સમારોહ 16 જાન્યુઆરીથી શરૂ થશે. 16 જાન્યુઆરીના રોજ વિષ્ણુ પૂજન અને ગૌદાન થશે. ત્યારબાદ 17 જાન્યુઆરીએ સમગ્ર શહેરમાં રામલલ્લાની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવશે. 18 જાન્યુઆરીએ ગણેશ પૂજન થશે. આ સાથે વરુણ દેવ પૂજા અને વાસ્તુ પૂજા પણ કરવામાં આવશે. 19 જાન્યુઆરીએ હવન અને અગ્નિ પ્રગટાવવામાં આવશે. ફરીથી હવન પણ કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિઓને નદીઓના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે.

માત્ર 84 સેકન્ડનું મુહૂર્ત 

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અતિસુક્ષ્મ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનો સમય છે. તે પ્રસંગે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તની ગણતરી કરી છે. આ શુભ મુહૂર્તનો મુહૂર્ત માત્ર 84 સેકન્ડનો છે. આ મુહૂર્ત 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડથી 12 કલાક 30 મિનિટ 32 સેકન્ડ સુધીનું રહેશે.

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version