Site icon

ચીંતા નહીં કરતા સરકાર 2000 ની નોટ બંધ નથી કરવાની! પરંતુ એટીએમમાંથી 2000 ની નોટ ન નીકળવાનું કારણ જાણીને તમે ચોંકી જશો..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020

છેલ્લા ઘણા સમયથી એ.ટી.એમ માંથી બે હજાર રૂપિયાની નોટ નીકળવી બંધ થઈ ગઈ છે.  કારણ કે સરકારે 2000 ની નોંટ છાપવાની બંધ કરી છે. કેટલીક બેન્કોએ તો જાહેરાત પણ કરી છે કે તેમના એટીએમમાંથી 2000 ની નોટ નહીં નીકળે. તમે પાછલા મહિનાઓમાં નોટિસ કર્યું હશે કે તમે બેન્કમાં જશો તો 2000 ની નોટ ના બદલે 500 અને 200 રૂપિયાની નોટ જ વધુ આપવામાં આવે છે. આ વાતને સમર્થન આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચ 2019-20 ના નાણાકીય વર્ષ દરમિયાન 2000 ની નવી નોટ છાપવામાં આવી નથી. આનું કારણ જણાવતા લખ્યું છે કે મોટી નોટનું ચલણ ઘટયું છે. આથી છાપવામાં આવી નથી. 

દેશમાં માર્ચ 2020 ના અંતે બે હજાર રૂપિયાની 27398 લાખ નોટ જ ચલણમાં ફરતી હતી. જો તેની ટકાવારીમાં વાત કરીએ તો 2020 ના અંત સુધીમાં દેશમાં બે હજારની ચલણી નોટનો હિસ્સો 22.6 ટકા જ રહ્યો છે. જે માર્ચ 2018 માં 37.3 ટકા જેટલો હતો.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016 માં નોટ બંધી લાગુ કર્યા પછી બે હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. પરંતુ હવે ધીમે ધીમે 2000 ની નોટ બજારમાંથી ગાયબ થઈ રહી છે અને આરબીઆઇએ જાહેરમાં સ્વીકાર્યું પણ છે કે 2019-20 માં 2000 ની એકપણ નોટ છપાઈ નથી, કારણ કે તેના ઉપયોગ માં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે.

વર્ષ.         કુલ નોટ ચલણમાં 

2018    –     33632

2019    –     32910

2020    –     27398

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version