Site icon

આરબીઆઈએ 2019-20 માટે 57,128 કરોડ રૂપિયા સરકારના ખાતામાં ટ્રાન્સફર કર્યાં.. જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 ઓગસ્ટ 2020 

સરકારે આરબીઆઈ, રાજ્ય સંચાલિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 89,600 કરોડ રૂપિયાના ડિવિડન્ડની જોગવાઈ કરી હતી. જેમાંથી આરબીઆઈ દ્વારા 57,128 રૂપિયા સરકારને આપવામાં આવ્યાં છે. એક નિવેદનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીયકૃત બેંકો આ વર્ષે કોઈ ડિવિડન્ડ જાહેર નહીં કરે, કારણ કે આરબીઆઈએ તેમને એમ કરવાની ના પાડી છે. આની પાછળનું કારણ છે કોરોનાના સંકટને કારણે ઊભાં થનારા ડિફોલ્ટ્સ.. આથી જ આર્થીક મંદી ને લઈ આરબીઆઇ સાચવી સાચવીને કદમ ભરી રહી છે અને ડિવિડન્ડ આપવાના બદલે મૂડી સાચવવા માંગે છે.

આરબીઆઇ શા માટે સરકારને પૈસા આપે છે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે, આરબીઆઈની આવક કેવી રીતે થાય છે? તે સરકારને શા માટે ડિવિડેંડ તરીકે પૈસા આપે છે.? એવાં પ્રશ્નો દરેકને થતાં હશે.. આરબીઆઈની આવક સરકારના બોન્ડ સ્કીમ, ગોલ્ડ પર કરેલુ રોકાણ અને વિદેશી માર્કેટમાં ફોરેક્સ અને બોન્ડ ટ્રેડિંગ પર નિર્ભર કરે છે. તેના દ્વારા મોટી કમાણી થાય છે. આ કમાણી માંથી આરબીઆઈ પોતાની જરૂરિયાત પુરી થતાં વધરલી રકમને સરપ્લસ તરીકે સરકારને ટ્રાન્સફર કરે છે..

બેન્કરો કહે છે કે, "જ્યારે નાણાકીય બજારોમાં કે વિદેશી ચલણમાં અસ્થિરતા હોય ત્યારે આરબીઆઈની આવકનું નિર્માણ સૌથી વધુ હોય છે. રૂપિયાની અસ્થિરતાના સમયમાં, આરબીઆઈ અબજો ડોલરની વિદેશી ચલણની સંપત્તિનું વેચાણ કરવાનું બંધ કરે છે, જે નબળા રૂપિયાના કારણે ભારે નફો મેળવે છે. એ જ રીતે, જ્યારે બોન્ડ બજારોમાં અસ્થિરતા હોય છે, ત્યારે આરબીઆઈ તેના ખુલ્લા બજારમા વેચાણ દ્વારા નાણાં બનાવે છે.

આ વર્ષે, આર્થિક સંકટ હોવા છતાં, નાણાકીય બજારો – ચલણ અને બોન્ડ બજારો સહિત – સેન્ટ્રલ ડૉલરની ખરીદી સામેં સ્થિર રહ્યા છે. મોટા પ્રમાણમાં ટેક્સની આવકની તંગીનો સામનો કરવો પડ્યો છે. કોવિડને કારણે ઊંચા ખર્ચની સાથે જ, સરકાર અન્ય સ્રોતોથી મહત્તમ આવક મેળવવા માટે ઉત્સુક છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version