ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
બ્રિટિશ ઈતિહાસકારોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા 3.20 લાખ ભારતીય સૈનિકોનો રેકોર્ડ લાહોરના એક સંગ્રહાલયમાંથી શોધી કાઢ્યો છે.
આ સંશોધને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના વ્યાપક યોગદાનને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે.
આમાં પંજાબ અને તેની આસપાસના સૈનિકોના નામ નોંધાયેલા છે. દસ્તાવેજો સંગ્રહાલયમાં છેલ્લા 97 વર્ષથી કોઈની નજરે ચડ્યા વગર પડ્યા રહ્યા હતા.
ભારતીય મૂળના કેટલાક બ્રિટિશ પરિવારોએ રેકોર્ડમાં નોંધાયેલા સૈનિકો અને તેમના પિતા, ગામ અને રેજિમેન્ટના નામો દ્વારા પોતાના પૂર્વજોની ઓળખ મેળવી છે.
આ સૈનિકો આરબ દેશો, પૂર્વીય આફ્રિકા, ગૈલીપોલી વગેરે ખાતેના યુદ્ધોમાં સામેલ થયા હતા.
આ રેકોર્ડને પંજાબ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ 1919માં તૈયાર કરાવ્યો હતો. તેમાં 26,000 પૃષ્ઠ છે જેમાંથી કેટલાક પર છાપકામ અને કેટલાક પર હસ્તલેખ દ્વારા નામ અને બાકીની જાણકારીઓ નોંધાયેલી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ અને આયરિશ સૈનિકોના વંશજો આ જ રીતે રેકોર્ડ દ્વારા પોતાના પૂર્વજોને શોધતા આવ્યા છે.
મુંબઈના નગરસેવકોની સંખ્યામાં આટલો વધારો; ડિસેમ્બર સુધી વૉર્ડ અનામત મોકૂફ; જાણો વિગત
