ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર દ્વારા ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.
જાણવા મળ્યા મુજબ આ ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂર કરવામાં આવેલી રિકોમ્બિનેન્ટ પ્રોટીન બેઈઝ્ડ વેક્સિન છે. જે 2 ડોઝવાળી વેક્સિન છે.
એસઈસીની બેઠકમાં રિલાયન્સ લાઈફની અરજીની સમીક્ષા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
રિલાયન્સે પોતાની પ્રસ્તાવિત વેક્સિનના ફેઝ-1 ટ્રાયલ માટે ડ્રગ રેગ્યુલેટરનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ લાઈફ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સત્તાવાર કંપની છે જે થોડા સમયથી વેક્સિનને લઈ કામ કરી રહી હતી.
પંજાબ કોંગ્રેસનુ ઘમાસાણ: કોંગ્રેસ પ્રમુખના સલાહકાર માલવિંદર માલી એ આપ્યું રાજીનામું.. જાણો વિગતે
