ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
દેશમાં માં ઑક્સિજનની તંગીને દૂર કરવા માટે અત્યારે ભારત દેશના ઇન્ડસ્ટ્રિયાલીસ્ટ મેદાને પડયા છે. જામનગરમાં અત્યારે ખુદ મુકેશભાઈ અંબાણી મોરચો સંભાળ્યો છે, ત્યારે સારા સમાચાર આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી માંથી હાલ દરરોજ ૧૦૦૦ ટનથી વધારે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરીને તે સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ ઓક્સિજન પ્રભાવિત રાજ્યોને તદ્દન મફતમાં આપવામાં આવી રહ્યો છે. આ ઓક્સિજન અત્યારે એક લાખ લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. અત્યાર સુધી રિલાયન્સ રિફાઇનરી 55000 મેડિકલ ઓક્સિજન સપ્લાય કરી ચૂકી છે. આ સપ્લાય માટે જરૂરી એવા 24 ટેન્કરો વિદેશથી મંગાવવામાં આવ્યા છે.
