Site icon

દેશભરમાં ઠપ્પ થયું Jio ઇન્ટરનેટ, ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થયું #JioDown.. ટ્વિટર પર વપરાશકર્તાઓ કરી ફરિયાદ

jio cricket plans with daily 3gb data unlimited live cricket

જિયોએ લોન્ચ કર્યા નવા ક્રિકેટ પ્લાન, આ નવા પ્લાનમાં કરાવો રિચાર્જ અને જુઓ અનલિમિટેડ લાઈવ ક્રિકેટ..

 News Continuous Bureau | Mumbai

આજે સવારથી સમગ્ર ભારતમાં રિલાયન્સ જિયોના સર્વર ડાઉન છે. રિલાયન્સ જિયો ફાઈબર અથવા અન્ય વાઈફાઈ કનેક્શનનો ઉપયોગ કરતા ગ્રાહકોને ઈન્ટરનેટ સુવિધા મળી રહી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સવારે 9 વાગ્યાથી જિયો ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે ઓફિસ કે ઘરેથી કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  

‘આ’ શહેરોમાં સર્વર ડાઉન છે

ઘણા મોટા શહેરોમાં Jio Fiber સર્વર ડાઉન છે. જેમાં મુંબઈ, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા સહિતના ઘણા શહેરોનો સમાવેશ થાય છે. Jio ટીમ સર્વર સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને સેવાઓ થોડા કલાકોમાં ફરી શરૂ થવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો:  નવા વર્ષનું સ્વાગત… આ રેલવે લાઈન મધરાત બાદ 8 વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે.. 

વાયરલ મીમ્સ

ટ્વિટર પર હજારો લોકોએ અત્યાર સુધી Jio ઈન્ટરનેટ સર્વિસ ડાઉન હોવાની જાણ  કરી છે. ટ્વિટર પર પણ JioDown ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે ઘણા યુઝર્સ મોબાઇલ ઇન્ટરનેટના સમસ્યા અંગે મીમ્સ બનાવીને મજા લઇ રહ્યા છે.

Exit mobile version