Site icon

Religion conversion : બળજબરીથી ધર્માંતરણ વિરોધી કાયદા માટે કેન્દ્રએ લીધું મોટું વલણ, સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

હાલમાં દેશમાં દરરોજ લવ જેહાદ દ્વારા બળજબરીથી ધર્માંતરણ કરાવવાના તેમજ લાલચ બતાવીને ધર્માંતરણ કરાવતા હોવાના સમાચાર આવી રહ્યાં છે, ત્યારે ધર્માંતરણ સામે કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે, 28 નવેમ્બર 2022 ના રોજ સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થઈ. ત્યારે કેન્દ્ર સરકારે સોગંદનામા દ્વારા પોતાની સ્થિતિ રજૂ કરી હતી. પોતાના સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ એ ગંભીર બાબત છે. ધર્મની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં છેતરપિંડી, બળજબરી, પ્રલોભન અથવા આવા અન્ય માધ્યમો દ્વારા ધર્માંતરણ કરવાનો અધિકાર શામેલ નથી, સાથે જ સરકારે કહ્યું હતું કે આ માટે કાયદાની જરૂર છે.

religion conversion a big concern for the nation says the government in supreme court

News Continuous Bureau | Mumbai

9 રાજ્યોએ કાયદો ઘડ્યો 

આ મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણા આ 9 રાજ્યોએ બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે પહેલાથી જ કાયદો ઘડ્યો છે. આ ઉપરાંત, મહિલાઓ, આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો સહિત સમાજના નબળા વર્ગોના રક્ષણ માટે આવા કાયદા જરૂરી છે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીની સુનાવણી જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિ કુમારની બેંચ સમક્ષ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો:   NOTA in Gujarat Assembly Election 2022: ભાજપને નોટાનો ડર સતાવી રહ્યો છે, 2017ના આંકડા ચિંતાજનક છે.

જ્યારે હિંદુઓ દેશમાં લઘુમતી બની જશે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો બળજબરીથી થતા ધર્માંતરણને રોકવામાં નહીં આવે તો હિન્દુઓ ટૂંક સમયમાં ભારતમાં લઘુમતી બની જશે. 
આ પહેલા 14 નવેમ્બરે આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ ખૂબ જ ગંભીર મુદ્દો છે. કોર્ટે કહ્યું હતું કે તે દેશની સુરક્ષાને અસર કરી શકે છે અને કેન્દ્રને તેની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો. 
Join Our WhatsApp Community
Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..
North India Weather Alert: પહાડો પર બરફની આફત અને મેદાનોમાં માવઠું! કાશ્મીરમાં ૨ મુખ્ય હાઈવે બંધ, હિમાચલ પ્રદેશમાં આગામી ૪૮ કલાક ભારે, તંત્ર એલર્ટ મોડ પર.
Exit mobile version