ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સુભાષચંદ્ર બોઝની જયંતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ કરી છે.
સરકારના સૂત્રોએ જણાવ્યું કે હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા રિપબ્લિક ડેની ઉજવણી 24 ડિસેમ્બરથી શરૂ થતી હતી.
આ પહેલા પણ મોદી સરકાર ઘણા મહાનુભાવોની જયંતિને અલગ અલગ પ્રકારે રાષ્ટ્રીય ઉજવણી કરવા માટે સાંકળી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે સુભાષબાબુની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત મોદી સરકાર અગાઉથી કરી ચૂકી છે.