ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોના મહામારી વચ્ચે 26 જાન્યુઆરીએ યોજાનારી રિપબ્લિક ડે પરેડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ વખતે પરેડમાં 24000 લોકોને સામેલ થવા માટે મંજૂરી આપવામાં આવશે
પરંપરા પ્રમાણે પરેડ જોવા વિદેશી મહાનુભાવને આમંત્રિત કરાતા હોય છે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ કોઈને નિમંત્રણ આપવામાં આવ્યું નથી.
અગાઉ આ વર્ષે મધ્ય એશિયાના પાંચ દેશોના વડાઓને આમંત્રિત કરવાની યોજના હતી.
પરેડ જોવા માટે 19000 લોકોને નિમંત્રણ આપવામાં આવશે. બાકીના પાંચ હજાર લોકોમાં આમ જનતા હશે. જે ટિકિટ ખરીદીને તેમાં સામેલ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ 25000 લોકોને જ તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
મોદી સરકારનો મોટો નિર્ણય, હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી આ તારીખથી શરૂ થશે; જાણો વિગતે