Site icon

RERA Tribunal Services: રેરા-ટ્રિબ્યુનલની સર્વિસેસ હવે યુઝર ફ્રેન્ડલી પોર્ટલ પર, ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેબ પોર્ટલ કર્યું લોન્ચ

RERA Tribunal Services: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે

RERA Tribunal Services Chief Minister Bhupendra Patel launches web portal for Gujarat Real Estate Appellate Tribunal

News Continuous Bureau | Mumbai

RERA Tribunal Services: કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે.

Join Our WhatsApp Community

ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું.

આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરેન્સી ઈન ગર્વનન્સનો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે, તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે ૧૭ જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે.

આ સમાચાર પણ વાંચો:  National Games 2025: ઉત્તરાખંડ બની રહ્યું છે ભારતનું નવા યુગનું રમતગમત કેન્દ્ર, નેશનલ ગેમ્સમાં 16,000 રમતવીરોએ આશરે 435 સ્પર્ધાઓમાં લીધો ભાગ

RERA Tribunal Services:  આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો.

રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં, 

(૧) અપીલ ફાઇલિંગ અને નોંધણી, 

(૨) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, 

(૩) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, 

(૪) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (Limitation Calculation and Delay Condonation Application), 

(૫) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ, 

(૬) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી, 

(૭) સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, 

(૮) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, 

(૯) દૈનિક યાદી (Daily Cause List), 

(૧૦) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, 

(૧૧) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, 

(૧૨) ચેતવણીની સૂચના (Caveat), 

(૧૩) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA), 

(૧૪) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), 

(૧૫) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, 

(૧૬) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, 

(૧૭) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:  World Congress of Diabetes: અવકાશ, વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં જોવા મળી નવીનતા, ડૉ. જિતેન્દ્ર સિંહે વર્લ્ડ કોગ્રેસ ઓફ ડાયબિટીસનું કર્યું ઉદ્ઘાટન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબપોર્ટલનું લોન્ચિંગ કર્યું, તે વેળાએ રેરાના મેમ્બર એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્નીકલ, નિવૃત્ત આઈ.એફ.એસ. શ્રી રામકુમાર, જ્યુડિશિયલ મેમ્બર નિવૃત્ત પ્રિન્સિપલ ડ્રિસ્ટ્રિક્ટ જજ શ્રી દવે તેમ જ રજિસ્ટ્રાર શ્રી વાળા અને મુખ્યમંત્રીશ્રીનાં સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version