Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં વધુ પ્હોળી થઇ અમીર – ગરીબ વચ્ચેની ખાઇ, માત્ર 1 ટકા લોકો પાસે જ દેશની 22 ટકા ઈનકમ: રિપોર્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશની એક ટકા વસતી એવી છે જેની પાસે આવકનો ૨૨ ટકા હિસ્સો છે એવુ વર્લ્‌ડ ઈન્કવાલિટી રિપોર્ટ-૨૦૨૨માં કહેવાયુ છે.જેના લેખક લુકાસ ચાંન્સલ છે અને આ રિપોર્ય તૈયાર કરવામાં ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ મદદ કરી છે.આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારતની પુખ્ત વયની વસતીની સરેરાશ રાષ્ટ્રીય આવક ૨.૦૪ લાખ રુપિયા છે.નીચેના હિસ્સાની એટલે કે ૫૦ ટકા વસતીની આવક ૫૩૬૧૦ રુપિયા છે અને બાકીની ૧૦ ટકા વસતીની આવક તેનાથી ૨૦ ગણી વધારે એટલે કે ૧૧.૬૬ લાખ રુપિયા જેટલી છે. રિપોર્ટમાં કહેવા પ્રમાણે ભારતની ૧૦ ટકા વસતી પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૫૭ ટકા હિસ્સો, એક ટકા વસતી પાસે ૨૨ ટકા હિસ્સો છે.જ્યારે છેવાડાની ૫૦ ટકા વસતી પાસે આવકનો માત્ર ૧૩ ટકા હિસ્સો છે.ભારત એક ગરીબ અને આવકની અસમાનતા ધરાવતો દેશ છે તેવુ રિપોર્ટમાં કહેવાયુ છે. આ જ રીતે મહિલાઓની આવકમાં હિસ્સેદારી ૧૮ ટકા છે.આમ આવકમાં જાતિય ભેદભાવ પણ ઘણો વધારો છે.ભારત દુનિયામાં આવકની સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયુ છે.

લો બોલો! મુંબઈમાં 68,000 ગેરકાયદે બાંધકામ, મુંબઈ મનપાએ લીધી માત્ર આટલા બાંધકામ સામે એક્શન; જાણો વિગત
 

Ram Mandir Trust Women Members રામ મંદિર ટ્રસ્ટમાં પહેલીવાર મહિલા સભ્યનો સમાવેશ, જાણો કોણ છે નિર્મલા યાદવ જેમને મળી મોટી જવાબદારી
Abhinandan Varthaman Fly91 Pilot પાકિસ્તાની એફ16ને ધૂળ ચટાડનાર અભિનંદન વર્તમાનની નવી સફર ‘Fly91’ એરલાઇન્સ સાથે શરૂ કરી આકાશમાં નવી ઉડાન
Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Exit mobile version