News Continuous Bureau | Mumbai
Ricin Poison તાજેતરમાં ગુજરાત એટીએસએ ISIS સાથે જોડાયેલા એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, જેમાં રિસિન નામના રાસાયણિક ઝેરનો ઉપયોગ કરવાની યોજના હતી. આ ઝેર એરંડાના છોડના બીજમાંથી બને છે, જે સરળતાથી ઉપલબ્ધ હોય છે. પરંતુ તે કેટલું ખતરનાક છે? એક નાની માત્રા પણ કોઈનો જીવ લઈ શકે.
રિસિન શું છે? એક પ્રાકૃતિક પણ જીવલેણ ઝેર
રિસિન એક પ્રોટીન છે, જે એરંડાના છોડ (રિસિનસ કોમ્યુનિસ) ના બીજમાં જોવા મળે. એરંડાના તેલનો ઉપયોગ દવાઓ, સાબુ અને મશીનો માટે થાય, પરંતુ બીજમાં છુપાયેલું રિસિન નામનું ઝેર એટલું શક્તિશાળી છે કે તેને જૈવિક હથિયાર માનવામાં આવે. રિસિન સફેદ પાવડર જેવું, ગંધહીન અને સ્વાદહીન હોય છે. તે ખાવા, શ્વાસ લેવા અથવા ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરી શકાય. જોકે, તે સંક્રામક નથી – એક વ્યક્તિથી બીજામાં ફેલાતું નથી.
રિસિન કેવી રીતે બને છે? કચરામાંથી ઝેર
એરંડાના બીજમાંથી તેલ કાઢ્યા પછી બચેલો કચરો – જેને ‘કેસ્ટર કેક’ કહે છે – તે રિસિનનો મુખ્ય સ્ત્રોત છે. વિશ્વમાં દર વર્ષે ૨૦ લાખ ટનથી વધુ એરંડાના બીજ પ્રોસેસ થાય, જેમાં ૫% કચરો રિસિન યુક્ત હોય. ઘર પર પણ રિસિન બનાવવું સરળ છે. બીજને પીસીને, પાણીમાં ઉકાળીને અને કેમિકલ્સથી (જેમ કે એસિડ) સાફ કરીને શુદ્ધ રિસિન કાઢી શકાય. ગુજરાતના કેસમાં આરોપી ડોક્ટરે ૪ લિટર કેસ્ટર ઓઈલ ખરીદીને આ જ કચરામાંથી રિસિન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
નાની માત્રા પણ જીવલેણ – ૩૬-૭૨ કલાકમાં મૃત્યુ
રિસિન દુનિયાના સૌથી ઘાતક ઝેરોમાંનું એક છે. તે શરીરના કોષોને અંદરથી નષ્ટ કરી નાખે. તેનો કોઈ ઇલાજ કે એન્ટીડોટ નથી. શ્વાસ લેવાથી કે ઇન્જેક્શન દ્વારા માત્ર ૫-૧૦ માઇક્રોગ્રામ પ્રતિ કિલો વજન પણ જીવલેણ છે. એટલે કે ૫૦ કિલોના વ્યક્તિ માટે એક ચોખાના દાણા જેટલું.
લક્ષણો: પેટ દર્દ, ઉલ્ટી, ઝાડા (લોહીવાળા પણ), તાવ, શ્વાસ લેવામાં તકલીફ, લીવર-કિડની ફેલિયોર.
અંત: જો ડોઝ વધારે હોય, તો ૩૬ થી ૭૨ કલાકમાં મૃત્યુ નિશ્ચિત.
ગુજરાતનો કેસ એ દર્શાવે છે કે આ ઝેરની સરળ ઉપલબ્ધતા અને બનાવટ તેને આતંકીઓ માટે એક મોટું જોખમ બનાવે છે.
