ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને પગલે કોવિડ 19 કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ફરી રેકૉર્ડ બ્રેક ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ આ મુજબ છે.
સૌથી વધુ પૉઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
દેશમાં ગઈ કાલે 2,59,591 કેસ નોંધાયા, જેની સામે 3,57,295 દર્દી સાજા થયા. 24 કલાકમાં 4,209 લોકોનાં મોત નીપજ્યાં. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 87.25% છે.
કુલ સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી છે.
અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 2,91,331 છે, જ્યારે કુલ સ્વસ્થ થનાર લોકોની સંખયા 2,27,12,735 છે.
ભારતમાં કુલ ઍક્ટિવ કેસ 30,27,925 છે.
