Site icon News Continuous Bureau | Mumbai

છોકરાઓ પાસે ઘર ના કામ કરાવો. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની અને કરણી સેના ના અધ્યક્ષા નું સુધારાવાદી નિવેદન.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા એ મહિલાઓ સાથે એક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં તેમણે દીકરીઓને ભણાવવા અને દીકરાઓને ઘરકામ શીખવાડવાની વાત પર ભાર મૂક્યો હતો.

Join Our WhatsApp Channel


   જામનગરના લાખાણી ગામમાં સરકારી યોજનાઓની જાણકારી આપતા એક સમારંભમાં જણાવ્યું કે, 'મારા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ઘરનું ૫૦ ટકા કામ કરે છે, હું રોટલી કરું તો તે ચા મૂકે છે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા ઝાલા સરનેમને  કોઈ ચોકડી નથી મારવાનું. તેમના મતે સાવરણી ઉપાડવાથી દરબારીપણુ જતું નહીં રહે.વધુમાં તેઓ જણાવે છે કે, આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. અને ઘરકામમાં દીકરાઓની પણ મદદ લેવી જોઈએ.
    ઉલ્લેખનીય છે કે,રિવાબા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ છે પરંતુ તેમના આ નિવેદનથી કરણી સેના તેમનાથી નારાજ છે.કરણી સેના નું માનવું છે કે રિવાબા એ સસ્તી લોકપ્રિયતા મેળવવા આ પ્રકારનું નિવેદન કર્યું છે.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version