Site icon

Road Accidents in India in 2022: સાવધાન! 2022માં નોંધાયા 4.60 લાખ એકસીડન્ટ, આટલા લાખથી વધુ લોકોના મોત: માર્ગ મંત્રાલય… જાણો સંપુર્ણ અહેવાલ વિગતે..વાંચો અહીં…

Road Accidents in India in 2022: ઘણા વાહન ચાલકો દ્વારા હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે, જેને કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. એક તરફ સરકાર દ્વારા અકસ્માતો ઘટાડવા ઘણા પ્રયાસો અને અભિયાનો ચલાવાતા હોય છે, તો બીજી તરફ લોકોની ઘણી બેદરકારી પણ સામે આવતી હોય છે..

Road Accidents in India in 2022 Caution! 4.60 lakh accidents, over 1.68 lakh deaths in 2022 Road Ministry…

Road Accidents in India in 2022 Caution! 4.60 lakh accidents, over 1.68 lakh deaths in 2022 Road Ministry…

News Continuous Bureau | Mumbai

Road Accidents in India in 2022: ઘણા વાહન (Vehicle) ચાલકો દ્વારા હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે, જેને કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. એક તરફ સરકાર દ્વારા અકસ્માતો ઘટાડવા ઘણા પ્રયાસો અને અભિયાનો ચલાવાતા હોય છે, તો બીજી તરફ લોકોની ઘણી બેદરકારી પણ સામે આવતી હોય છે, તેના કારણે રોડ અકસ્માતો (Road Accidents) માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં રોડ અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે, જે 2021 કરતા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, એટલું જ નહીં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની પણ સંખ્યામાં વધારો થયો છે.

Join Our WhatsApp Community

માર્ગ પરિવહન મંત્રાલય (Road Transport Ministry) દ્વારા અકસ્માત અંગેનો રિપોર્ટ-2022 (Road Transport Ministry Report 2022) જાહેર કાયો છે. રિપોર્ટ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો નોંધાયા છે, જેમાં કુલ 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉપરાંત 4,43,366 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022માં અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુઆંકમાં 9.3 ટકા અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે. લોકોની બેદરકારી અને નિયમોની અવગણના કારણે પણ રોડ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. હેલમેટ અને સીટ બેલ્ટ સહિતના સુરક્ષા ઉપાયોની અવગણના કરવાના કારણે 66,744 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ગાઝાના સૌથી મોટા રેફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈક, આટલાથી વધુ લોકોના મોત.. જાણો વિગતે અહીં…

 કેવી રીતે બન્યો આ રિપોર્ટ?

ટુ-વ્હિલર્સ વાહન (Two-Wheeler Vehicle) પર હેલમેટ પહેરવું ખુબ જ જરૂરી છે, તેનાથી મોતની સંભાવના ખુબ જ ઘટાડી શકાય છે. દરમિયાન ગત વર્ષે હેલમેટ (Helmet) ન પહેરવાના કારણે કુલ 50029 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 35629 ડ્રાઈવરનો જ્યારે 14337 પાછળ બેસતા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે સીટ બેલ્ટ (Seat Belt) ન પહેરવાના કારણે ગત વર્ષે 16715 લોકોના મોત થયા છે, જેમાં 8384 ડ્રાઈવરો અને 8331 સહયાત્રીનો સમાવેશ થાય છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો આ વાર્ષિક અહેવાલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગો પાસેથી પ્રાપ્ત ડેટા પર આધારિત છે. આ માહિતી એશિયા-પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા (APRAD) પ્રોજેક્ટ હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP) દ્વારા પ્રમાણિત ફોર્મેટમાં એકત્રિત કરવામાં આવી છે.

 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version