ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
રામ મંદિરના ભૂમિ પૂજન બાદ મંચ પર બિરાજેલા અગ્રણીઓએ જનતા ને સંબોધન કર્યું હતું. જેમાં વિશિષ્ટ મહેમાન તરીકે હાજર સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે "આજે ભારત અને અયોધ્યા ને આંગણે આનંદની ક્ષણ છે. મંદિર નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તે આજે પૂર્ણ થઈ છે."
ભૂતકાળને વાગોળતા સંઘ પ્રમુખે કહ્યું કે "જે સમયે રામ મંદિર નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારે, તત્કાલીન સંઘ પ્રમુખ દેવવ્રતજી એ કહ્યું હતું કે 'હજી 20 થી 30 વર્ષ આના પર સંઘર્ષ કરવો પડશે અને આજે એ દિવસ આવી પહોંચ્યો છે. બરાબર 30 વર્ષોના સંઘર્ષ બાદ મંદીરનાં નવનિર્માણનું કાર્ય આરંભ થઇ રહ્યું છે. જે જે લોકોએ રામ મંદિર આંદોલનમાં બલિદાન આપ્યું છે એ તમામ લોકો પણ આજે સૂક્ષ્મરૂપે અહીં હાજર હશે."
મોહન ભાગવતે સંઘના તમામ નેતાઓ સહિત લાલકૃષ્ણ અડવાણીને પણ યાદ કર્યા હતા. પરંતુ હાલ ફેલાયેલા કોરોનાના રોગચાળાને કારણે ઘણા લોકો ગેરહાજર રહ્યા હતા. આ અવસરે ખાસ 136 જેટલા સાધુ-સંતોએ પણ ઉપસ્થિત રહીને મંદિર માટે પોતાનું યોગદાન આપ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com