ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક આરટીઆઈનો જવાબ આપતા સ્વીકાર્યું કે "એક જ વર્ષમાં 18 સરકારી બેંકોને 1.5 લાખ કરોડનો ચુનો લાગ્યો હતો અને નાણાકીય વર્ષ 2019-20માં 18 બેંકો સાથે છેતરપીંડીના કુલ 12,461 કેસ નોંધાયા હતા."
# સૌથી વધુ 44,612 કરોડ રૂપિયાની છેતરપીંડી એસબીઆઈ સાથે થઈ જ્યારે એસબીઆઈ સાથે જ છેતરપીંડીના 6,964 કેસ નોંધાયા હતા.
# પંજાબ નેશનલ બેંકમાં છેતરપીંડીના 395 કેસ નોંધાયા હતા, જેમાં 15,353 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હતી.
# ત્રીજા ક્રમે બેંક ઓફ બરોડા હતી. બીઓબી સાથે 12,586 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હતી.
# યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપીંડીના 424 કેસ આ નાણાકીય વર્ષમાં નોંધાયા હતા, જેનાથી બેંકને 9,316 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો હતો.
# બેંક ઓફ ઈન્ડિયામાં 200 મામલા નોંધાયા હતા, જેમાં 8069 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો હતો.
# કેનરા બેંક સાથે 7,519 કરોડની છેતરપીંડી થઈ હતી. # ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 5340 કરોડ રૂપિયાનું નુકસાન છેતરપીંડીના કારણે થયું હતું.
# સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 3993 કરોડ રૂપિયા.
# આંધ્રા બેંકને 3462 કરોડ અને બેંક ઓફ મહારાષ્ટ્રને 3391 કરોડનો ચુનો લાગ્યો હતો.
# યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંઘ બેંકને પણ છેતરપીંડીનો સામનો કરવો પડયો હતો.
વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી અને સાંડેસરા જેવા બેંક ડિફોલ્ટર ના નામ આવ્યા બાદ પણ બેન્કો સાવધ બની નથી.. આમ 2019-20 ના નાણાકીય વર્ષમાં 18 બેંકો સાથે છેતરપીંડીના કુલ 12,461 કેસ નોંધાયા હતા એવું સૂચના ના અધિકાર હેઠળ આરબીઆઈ એ જણાવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com