Site icon

અમુક દેશોમાં કોરોનાનું સંકટ કાયમ; પરદેશથી આવનારાઓ માટે આ નિયમનું કડક રીતે પાલન કરવાનો કેન્દ્રનો આદેશ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં કોરોનાનું સંકટ ઓસરી ગયું છે. અહીંનું જીવન પૂર્વવત થઇ રહ્યું છે, પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં કોરોનાનો પ્રકોપ કાયમ છે. તેથી આ દેશોમાંથી ભારત આવનારા નાગરિકોએ કોરોના નિયમોનું કઠોર પણે પાલન કરવું પડશે. તેવો કડક આદેશ આપવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા પરદેશી પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. તે મુજબ ભારતમાં પ્રવેશનાર દરેક પ્રવાસીએ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દાખવવો ફરજીયાત રહેશે. 

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે, પરંતુ મહામારી પૂર્ણપણે સમાપ્ત થઈ નથી. તેથી સરકાર દ્વારા પૂર્ણ કાળજી રાખીને જ લોકડાઉન શિથિલ કરવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે બુધવારે નવી માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. પરદેશી પ્રવાસીઓએ ભારતમાં એન્ટ્રી કરતી વખતે 72 કલાક પહેલાંનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. સાથે જ તે રિપોર્ટ સાચો હોવાનો પુરાવો પણ આપવો પડશે. 

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

સરકારે કોરોના સંક્રમણની દ્રષ્ટિએ જોખમકારક એવા દેશોની યાદી તૈયાર કરી છે. જેમાં યુરોપના દેશ, ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version