Site icon News Continuous Bureau | Mumbai

Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે

Rule Change May 2026। એસબીઆઈ કાર્ડ ધારકો માટે નવા ચાર્જ અને ઓનલાઇન ગેમિંગ માટે કડક નિયમો; જાણો તમારા કામની વિગતો

Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે

Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rule Change May 2026। એપ્રિલ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 મે, 2026 થી ભારતભરમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો (Rule Change From 1st May 2026) થવા જઈ રહ્યા છે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈને બેંકિંગ અને ઓનલાઇન ગેમિંગ સુધીના આ ફેરફારો દરેક સામાન્ય માણસના બજેટને અસર કરશે. ચાલો જાણીએ એવા પાંચ મોટા ફેરફારો વિશે જે આવતીકાલથી અમલી બનશે.

LPG સિલિન્ડર અને ઇંધણના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ 1 મેના રોજ પણ તેલ કંપનીઓ LPG સિલિન્ડરના નવા દરો જાહેર કરશે. એપ્રિલમાં ઘરેલું (14 કિગ્રા) અને કોમર્શિયલ (19 કિગ્રા) ગેસના ભાવમાં વધારો થયો હતો, ત્યારે આવતીકાલે ફરી ભાવ બદલાઈ શકે છે. આ સિવાય હવે સિલિન્ડર ડિલિવરી માટે OTP આધારિત સિસ્ટમ કાયમી ધોરણે લાગુ થઈ શકે છે. સાથે જ હવાઈ ઇંધણ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ સુધારો થવાની શક્યતા છે, જેની અસર મુસાફરી અને પરિવહન ખર્ચ પર પડશે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે આવતીકાલથી નવા ચાર્જ લાગુ થશે. 100 થી 500 ના બાકી પેમેન્ટ પર લેટ પેમેન્ટ ચાર્જ (LPC) બદલીને 100 કરી દેવાયો છે, જ્યારે 500 થી 1,000 વચ્ચેના બાકી રકમ પર આ ચાર્જ 500 લેવામાં આવશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટેનો ખર્ચ મર્યાદા 50,000 થી વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે.

ઓનલાઇન ગેમિંગ અને બેંક હોલિડે

ઓનલાઇન ગેમિંગ સેક્ટર માટે હવે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI) કાર્યરત થશે. નવા નિયમો મુજબ, પૈસાની લેવડદેવડવાળી ગેમ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને યુઝર્સના ટ્રાન્ઝેક્શન પર નજર રખાશે. વધુમાં, મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, લેબર-ડે અને ઈદ-ઉલ-અઝહા જેવા તહેવારોને કારણે બેંકોમાં રજાઓનો મારો રહેશે. તેથી કોઈપણ કામ માટે બેંક જતા પહેલા RBIની હોલિડે લિસ્ટ તપાસી લેવી હિતાવહ છે.

👉 આ સમાચાર વાચો:
Kohinoor Diamond| કિંગ ચાર્લ્સ અને જોહરાન મમદાનીની મુલાકાત બાદ કોહિનૂરની ચર્ચા તેજ! શું હીરો ભારત પરત આવશે? જાણો શું થઈ વાતચીત

Darbhanga Graduates MLC Election Result બિહાર વિધાન પરિષદ ચૂંટણીમાં મોટો ઉલટફેર દરભંગા ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કિલ્લામાં ગાબડું, RJD ના અનિલ કુમાર ઝા વિજયી
Kharge Challenges BJP On Ballot Papers નાગપુરની હાર બાદ કોંગ્રેસનું મોટું રાજકીય દાવપેચ! શું ભાજપ બેલેટ પેપર પડકાર સ્વીકારશે? જાણો ખડગેના તીખા પ્રહારો પાછળનું ગણિત
CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
Exit mobile version