Site icon

AeroIndia 2025: રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝઃ એરો ઈન્ડિયા 2025નું આયોજન તારીખ 10 થી 14 ફેબ્રુઆરી સુધી બેંગલુરુમાં યોજાશે

Runway to a Billion Opportunities Aero India 2025 will be held in Bengaluru from February 10 to 14

Runway to a Billion Opportunities Aero India 2025 will be held in Bengaluru from February 10 to 14

News Continuous Bureau | Mumbai

AeroIndia 2025: એશિયાના સૌથી મોટા એરો શો – એરો ઈન્ડિયા 2025ની 15મી આવૃત્તિ તારીખ 10 થી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન કર્ણાટકના બેંગલુરુ ખાતે એરફોર્સ સ્ટેશન, યેલાહંકા ખાતે યોજાશે. ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ની વ્યાપક થીમ સાથે, આ કાર્યક્રમ વિદેશી અને ભારતીય કંપનીઓ વચ્ચે ભાગીદારી સ્થાપવા અને સ્વદેશીકરણની પ્રક્રિયાને વેગ આપવા અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં નવા રસ્તાઓની શોધ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.

કાર્યક્રમના પ્રથમ ત્રણ દિવસ (તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરી) વ્યવસાયિક દિવસો હશે, જ્યારે તારીખ 13 અને 14નાં રોજ સાર્વજનિક દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો છે કે જેથી લોકો શોના સાક્ષી બની શકે. આ કાર્યક્રમમાં એરોસ્પેસ સેક્ટરના લશ્કરી પ્લેટફોર્મની વિશાળ શ્રેણીના એર ડિસ્પ્લે અને સ્ટેટિક પ્રદર્શન બંનેનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં કર્ટન રેઈઝર ઈવેન્ટ, ઉદ્ઘાટન સમારંભ, ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્ક્લેવ, સીઈઓનું રાઉન્ડ-ટેબલ, મંથન સ્ટાર્ટ-અપ ઈવેન્ટ, શાનદાર એર શો, ભારતીય મંડપ સહિત એક વિશાળ પ્રદર્શન વિસ્તાર અને એરોસ્પેસ કંપનીઓનો વેપાર મેળો સામેલ છે.

મૈત્રીપૂર્ણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી તરફ સંવાદને સરળ બનાવવા માટે, ભારત ‘બ્રિજ-બિલ્ડિંગ રિઝિલિયન્સ થ્રુ ઇન્ટરનેશનલ ડિફેન્સ એન્ડ ગ્લોબલ એન્ગેજમેન્ટ’ થીમ પર સંરક્ષણ પ્રધાનોના કોન્ક્લેવનું આયોજન કરશે. તે ગતિશીલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને પરસ્પર સમૃદ્ધિના માર્ગને સમાવે છે, જેને સુરક્ષા અને વિકાસના સહિયારા વિઝન સાથેના દ્રષ્ટિકોણવાળા દેશો વચ્ચે સહયોગના માધ્યમથી જોડી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :Indian Air Force: એર કોમોડોર દેબકીનંદન સાહુએ એર ઓફિસર કમાન્ડિંગ, બેઝ રિપેર ડેપો, તુગલકાબાદનો કાર્યભાર સંભાળ્યો

આ કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી, રક્ષા રાજ્ય મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેક્રેટરી સહિતના સ્તરે અનેક દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરાશે. આ દરમિયાન મિત્ર દેશોની સાથે સંરક્ષણ અને એરોસ્પેસ સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, કે જેથી ભાગીદારીને આગલા સ્તર સુધી લઈ જવા માટે નવા માર્ગોની શોધ કરી શકાય.

સીઈઓની રાઉન્ડ-ટેબલ બેઠકથી વિદેશી મૂળ સાધનોના ઉત્પાદકો (OEMs)ને ભારતમાં ઉત્પાદન માટે અનુકૂળ પ્લેટફોર્મ મળશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં વૈશ્વિક સીઈઓ, સ્થાનિક PSUsના CMDs અને ભારતની અગ્રણી ખાનગી સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ભાગ લેશે.

ઈન્ડિયા પેવેલિયન સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓ અને વૈશ્વિક મંચ માટે તૈયાર અત્યાધુનિક તકનીકોનું પ્રદર્શન જેમાં ભવિષ્યની સંભાવનાઓ પણ સામેલ છે, જેનું પ્રદર્શન કરીને મેક-ઈન-ઈન્ડિયા પહેલ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે. એરો ઈન્ડિયા 2025માં ભારતીય સ્ટાર્ટ-અપ્સનું પ્રોત્સાહન આપવું તે એક ફોકસ ક્ષેત્ર છે અને તેમના દ્વારા વિકસિત અત્યાધુનિક ટેકનોલોજી/ઉત્પાદનોના એક વિશાળ સ્પેક્ટ્રમને એક વિશિષ્ટ iDEX પેવેલિયનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

આ ઉપરાંત, ગતિશીલ એરોબેટિક ડિસ્પ્લે અને લાઇવ ટેક્નોલોજી પ્રદર્શનો આધુનિક એરોસ્પેસ પ્લેટફોર્મ્સ અને ટેક્નોલોજીની ક્ષમતાને પ્રદર્શિત કરતા એક ઇમર્સિવ અનુભવ પ્રદાન કરશે. ઇવેન્ટના ભાગરૂપે વિવિધ મહત્વપૂર્ણ થીમ પર સંખ્યાબંધ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :Agricultural News : ખેડૂતો હવે ચિંતા છોડો.. બીજ મસાલાના ઊભા પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા કરાઈ જાહેર…

એરો ઈન્ડિયાએ 1996થી અત્યાર સુધીમાં બેંગલુરુમાં 14 સફળ આવૃત્તિઓનું આયોજન કરીને પ્રીમિયર એરોસ્પેસ એક્ઝિબિશન તરીકે વૈશ્વિક સ્તરે પહેલેથી જ પોતાનું સ્થાન બનાવ્યું છે. ગત વખતે સાત લાખથી વધુ મુલાકાતીઓ, 98 દેશોના મહાનુભાવો અને વ્યવસાયો, રોકાણકારો, સ્ટાર્ટ-અપ્સ અને MSME સહિત 809 પ્રદર્શકોને આકર્ષીને નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી હતી. આ ઉપરાંત 201 એમઓયુ, મુખ્ય ઘોષણાઓ, પ્રોડક્ટ લોન્ચ અને રૂ. 75,000 કરોડથી વધુના ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત 250થી વધુ ભાગીદારી જોવા મળી હતી. 2025 આવૃત્તિનો ઉદ્દેશ્ય આ સિદ્ધિઓને વટાવી દેવાનો છે, અને ક્ષેત્રે અને ભવ્યતામાં પણ વધુ મોટું બનવાનું લક્ષ્ય ધરાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version