ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે સમયે વિશ્વની પ્રથમ કોરોના વેકસીન રશિયામાં તૈયાર થઈ ગઈ છે અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આજે જાહેરાત કરી હતી કે તેમણે તેમના દેશમાં કોરોના વાયરસની પ્રથમ રસી બનાવી લીધી છે. પુતિને કહ્યું કે, આ વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને એમ પણ કહ્યું કે, તેમની પુત્રીએ પણ આ રસી લીધી છે.
આ રસી મોસ્કોની ગામેલ્યા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. જોકે હ્યુમન ટ્રાયલ માત્ર બે મહિનામાં ઉકેલી નાખવા બદલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક શંકાઓ પણ વ્યક્ત કરી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી પહેલાંથી જ આ એલાન કરી ચૂક્યા છે. આ વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોએ પણ વેક્સિનનો ડોઝ લીધો છે. અમુક લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવતાં તાવ આવી શકે છે જેના માટે પેરાસિટામોલના ઉપયોગની સલાહ અપાઈ છે. જો કે રશિયાની આ ઉતાવળના વિરોધમાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ મેદાને આવી છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી 100થી પણ વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યો છે એવામાં મોટાપાયે તેનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર વિશ્વ આ જીવલેણ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ જીવલેણ વાયરસને ડામવા માટે વિશ્વના મોટા ભાગના દેશો આ વાયરસની રસી શોધવામાં લાગી ગયા હતા. જોકે, કેટલાક દેશો દાવો પણ કરી ચૂક્યા છે કે તેઓ આગામી થોડા સમયમાં રસી શોધવામાં સફળ રહેશે. ભારત પણ આ વાયરસને નાથવા માટે રસી શોધવાની દિશામાં આગળ વધી રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
