ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુન 2020
ભારત અને રશિયા પારંપારિક મિત્ર ગણાય છે. પરંતુ ભારતની અમેરિકા સાથે વધી રહેલી નજીકતા હવે રશિયાને ખટકી રહી છે. માટે જ અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના G-7 જૂથમાં જોડાવા અંગે ભારતને સકારાત્મક સંકેત આપ્યા છે ત્યારે ભારતના જુના મિત્ર રશિયાએ તેને ચીનને અલગ પાડવાની વ્યૂહરચના અપનાવી છે. રશિયાએ G-7માં ભારતને શામેલ કરવાની નીતિને, ચીનને અલગ-થગલ કરવાની રણનીતિ તરીકે ગણાવી હતી. આમ એક તરફ ચીન સાથે ભારતને સરહદી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ રશિયાએ આ વલણ અપનાવ્યું છે જે ભારત માટે ચિંતાજનક બાબત છે.લદાખના પ્રશ્ને અમે કોઈ દખલ કરવા માંગતા નથી એવું પણ રશિયાનું કહેવું છે. લદ્દાખમાં LCA પર ચાલી રહેલા તણાવ અંગે કોશેચેવે હતું હતું કે, આ દ્વિપક્ષીય વિવાદ છે.
આના પરથી લાગે છે કે G-7 મા ભારતને શામેલ કરવાનો અમેરિકાનો પ્રસ્તાવ ભારત માટે બે ધારી તલવાર જેવો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ટ્રમ્પના G-7 અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, ત્યારે રશિયા સતત તેના હેતુ વિશે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. જો કે, કેનેડા અને યુકે સહિતના કેટલાક દેશોએ પણ રશિયાને G-7 માં સમાવિષ્ટ કરવાના ટ્રમ્પના પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે રશીયા ભારત સાથે ઉભું રહેતું હતું પરંતું આ વખતે દૂરથી જોઈ રહ્યું છે…