Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

માત્ર દોઢ વર્ષના અંદર ઇલેક્ટ્રિક લોકોમોટિવ જાળવણીનો અનુભવ પ્રાપ્ત કરીને શેડે નિર્ધારિત ધોરણો અનુસાર IOH કાર્ય પૂર્ણ કર્યું.

Indian Railway સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway Division પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ મંડળના લોકો શેડ, સાબરમતી એ એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર પાર કર્યો છે. માર્ચ 2023 માં શેડને થ્રી-ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવના જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઇલેક્ટ્રિક એન્જિનના મેન્ટેનન્સની શરૂઆત કર્યા બાદથી સાબરમતી શેડે સતત પ્રગતિ કરી છે અને હવે પોતાની મહેનત અને સમર્પણના પરિણામ રૂપે સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવ WAG-9HC લોકોમોટિવ નંબર 32322 નું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાની તકનીકી કુશળતાનું પ્રમાણ આપ્યું છે.

Join Our WhatsApp Community

મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે લોકો શેડ સાબરમતીમાં પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) લોકોમોટિવને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું. આ અવસરે શેડના અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્તમ પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે સૌને પોતાના કૌશલ્યમાં સતત વૃદ્ધિ કરી ભારતીય રેલની સેવાઓને વિશ્વસ્તરીય સ્તરે પહોંચાડવા માટે પ્રેરિત કર્યા.


સાબરમતી શેડની સ્થાપના વર્ષ 1978 માં MG ડિઝલ YDM4 લોકોમોટિવની જાળવણી માટે કરવામાં આવી હતી. વર્ષ 2009 થી શેડે ઉચ્ચ હોર્સ-પાવર WDG4 ડિઝલ લોકોમોટિવની જાળવણી શરૂ કરી અને સતત પોતાની ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું. માર્ચ 2023 માં શેડને થ્રી-ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવના જાળવણીની જવાબદારી સોંપવામાં આવી. કર્મચારીઓએ વડોદરા, વટવા અને વલસાડ ઇલેક્ટ્રિક શેડમાંથી તાલીમ મેળવી જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કર્યું. એપ્રિલ 2025 થી શેડે સૌથી શક્તિશાળી WAG12B લોકોમોટિવની જાળવણી પણ શરૂ કરી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.

માત્ર દોઢ વર્ષના અંદર ઇલેક્ટ્રિક લોકોમોટિવ જાળવણીનો અનુભવ મેળવીને શેડે નિર્ધારિત ધોરણો અનુસાર IOH કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. IOH દરેક છ વર્ષે એકવાર કરવામાં આવે છે અને તેમાં લોકોમોટિવની તમામ સિસ્ટમોનું વ્યાપક નિરીક્ષણ અને ઓવરહોલ સામેલ હોય છે, જેથી આગામી છ વર્ષ સુધી સતત અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરી શકાય.
આ સિદ્ધિ માત્ર સાબરમતી શેડની ટેકનિકલ ક્ષમતા સાબિત કરતી નથી, પરંતુ ભારતીય રેલની સતત પ્રગતિ અને યાત્રીઓ અને ગ્રાહકોને ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version