Site icon

Sahitya Akademi Award: સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી

Sahitya Akademi Award: 9 કવિતાના પુસ્તકો, 6 નવલકથાઓ, 5 ટૂંકી વાર્તાઓ, 3 નિબંધો અને 1 સાહિત્યિક અભ્યાસે 2023 માટે પુરસ્કારો જીત્યા. 12 મી માર્ચ 2024ના રોજ કામાણી ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે એવોર્ડ પ્રેઝન્ટેશન ફંક્શન યોજાશે

Sahitya Akademi announced the annual Sahitya Akademi Awards in 24 languages

Sahitya Akademi announced the annual Sahitya Akademi Awards in 24 languages

News Continuous Bureau | Mumbai 

Sahitya Akademi Award: સાહિત્ય અકાદમીએ ( Sahitya Akademi ) 24 ભાષાઓમાં ( languages ) તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના ( novels ) 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે. 

Join Our WhatsApp Community

24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની બેઠક સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિકની ( Madhav Kaushik ) અધ્યક્ષતામાં 20 ડિસેમ્બર, 2023ના રોજ મળી હતી.

કેટેગરી પ્રમાણે પારિતોષિક વિજેતાઓની ( prize winners ) યાદી નીચે મુજબ છેઃ

 

વર્ગ પારિતોષિક વિજેતાઓ

 

કવિતા વિજય વર્મા (ડોગરી), વિનોદ જોશી (ગુજરાતી), મન્સૂર બનિહાલી (કાશ્મીરી), સોરોખાઇબામ ગંભિની (મણિપુરી), આશુતોષ પરીદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજે સિંહ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કૃત) અને વિનોદ આસુદાની (સિંધી)

 

નવલકથા સ્વપ્નમય ચક્રવર્તી (બંગાળી), નીલમ સરન ગૌર (અંગ્રેજી), સંજીવ (હિન્દી), કૃષ્ણત ખોત (મરાઠી), રાજશેખરન (દેવીભારતી) (તમિલ) અને સાદિક્વા નવાબ સહર (ઉર્દૂ)

 

ટૂંકી વાર્તાઓ પ્રણવજ્યોતિ ડેકા (આસામી), નંદેશ્વર દૈમારી (બોડો), પ્રકાશ એસ. પરિએનકર (કોંકણી), તારાસીન બાસ્કી (તુરિયાચંદ બાસ્કી) (સાંતાલી) અને ટી. પતંજલિ શાસ્ત્રી (તેલુગુ)

 

નિબંધો લક્ષ્મીશા તોલપડી (કન્નડ), બાસુકીનાથ ઝા (મૈથિલી) અને જુધાબીર રાણા (નેપાળી)

 

સાહિત્યિક અભ્યાસ ઈ.વી. રામકૃષ્ણન (મલયાલમ)

 

 

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha: લોકસભાએ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલ પસાર કર્યું

12 માર્ચ, 2024ના રોજ કામાણી ઓડિટોરિયમ, કોપર્નિકસ માર્ગ, નવી દિલ્હી – 110,001 ખાતે આયોજિત એવોર્ડ પ્રસ્તુતિ સમારંભમાં પુરસ્કાર વિજેતાઓને એક કેસ્કેટના રૂપમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં ઉત્કીર્ણ તાંબાની તકતી, એક શાલ અને રોકડ રૂ. 1,00,000/-ની રકમનો સમાવેશ થાય છે.

એવોર્ડ વિજેતાઓની યાદી પરિશિષ્ટ ‘એ’ માં અને પરિશિષ્ટ ‘બી’ માં જ્યુરી સભ્યોની યાદી છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..
North India Weather Alert: પહાડો પર બરફની આફત અને મેદાનોમાં માવઠું! કાશ્મીરમાં ૨ મુખ્ય હાઈવે બંધ, હિમાચલ પ્રદેશમાં આગામી ૪૮ કલાક ભારે, તંત્ર એલર્ટ મોડ પર.
Exit mobile version