Site icon

સમલૈંગિક વિવાહ ને ભારતમાં મળશે માન્યતા? તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરાઈ ટ્રાન્સફર, જાણો હવે ક્યારે થશે સુનાવણી

સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ અલગ-અલગ હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. આ માટે કોર્ટે 13 માર્ચ સુધી અરજીઓની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

SC reserves verdict on batch of pleas on Maharashtra political row

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષનો અંત.. શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો.. જાણો ક્યારે આવશે નિર્ણય..

News Continuous Bureau | Mumbai

સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને ( Same-sex marriage ) માન્યતા આપવાની માંગ કરતી તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ અલગ-અલગ હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. આ માટે ( SC  ) કોર્ટે 13 માર્ચ સુધી અરજીઓની યાદી ( pleas pending ) બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

આગામી સુનાવણી 13 માર્ચે..

સાથે જ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કેન્દ્રને 15 ફેબ્રુઆરી સુધીમાં સમલૈંગિક લગ્ન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 13 માર્ચે થશે.

અગાઉ ક્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી?

ધ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 અને ફોરેન મેરેજ એક્ટ 1969 હેઠળ તેમના લગ્નોને કાનૂની માન્યતા મેળવવા માટે સમલૈંગિક યુગલોની 8 અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે આજે મંજૂરી આપી છે. હવે આ તમામ અરજીઓ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે. આ મામલે છેલ્લી સુનાવણી 14 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને 4 અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  તારીખ પે તારીખ… એનસીપી નેતા નવાબ મલિકનો જેલવાસ ફરી લંબાયો, હવે આ તારીખ સુધી રહેશે જેલમાં..

કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ

વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આ અંગે વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version