News Continuous Bureau | Mumbai
Samudrayaan: કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી શ્રી કિરેન રિજિજૂ(Kiren Rijju)એ આજે જણાવ્યું હતું કે સમુદ્રયાન પ્રોજેક્ટ તેનો ઉદ્દેશ ત્રણ કર્મચારીઓને સબમર્સિબલમાં 6000 મીટરની ઊંડાઈએ મોકલવાનો, ઊંડા સમુદ્ર સંસાધનોનો અભ્યાસ કરવા અને જૈવવિવિધતા મૂલ્યાંકન કરવાનો છે. રાજ્યસભા(Rajya sabha)માં એક લેખિત જવાબમાં આ વાત જણાવતાં તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડશે નહીં, કારણ કે સબમર્સિબલનો ઉપયોગ સંસાધનોની શોધ માટે થાય છે.
શ્રી રિજિજૂએ ગૃહને માહિતી આપી હતી કે, ડીપ ઓશન મિશન( deep ocean mission ) દેશની જીડીપી વૃદ્ધિની સંભવિતતા ધરાવતી સરકારની બ્લ્યુ ઇકોનોમી પોલિસીને ટેકો આપે છે અને દેશમાં આર્થિક વૃદ્ધિ, સુધારેલી આજીવિકા અને રોજગારી તથા દરિયાઇ ઇકોસિસ્ટમ નાં સ્વાસ્થ્ય માટે દરીયાઈ સંસાધનોનાં સ્થાયી ઉપયોગની કલ્પના કરે છે.
આ સમાચાર પણ વાંચો : Delhi Metro : ‘તું ચૂપ… જૂતાં ઉઠાવીને મારીશ’, દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ, નાનકડી વાતમાં મહિલાએ ગુમાવ્યો પિત્તો
