Site icon

Satyendar Jain Bail: AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી વચગાળાના જામીન લંબાવ્યા..

Satyendar Jain Bail: સતેન્દ્ર જૈનની જામીન 11 જુલાઈએ પૂરી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 10 જુલાઈના રોજ સતેન્દ્ર જૈન તેમના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે.

Satyendar Jain Bail: Supreme Court extends AAP leader Satyendar Jain's interim bail till July 24

Satyendar Jain Bail: Supreme Court extends AAP leader Satyendar Jain's interim bail till July 24

News Continuous Bureau | Mumbai
Satyendar Jain Bail: દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમની જામીન અરજી (Bail plea) 24 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ, તેમને તબીબી આધાર પર 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે જામીન અરજીની સુનાવણી કરતી વખતે બે અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.

સર્જરી કરાવવાનું સૂચન

સત્યેન્દ્ર જૈનનો પક્ષ લેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 3 હોસ્પિટલોએ જૈનને સર્જરી કરાવવાનું સૂચન કર્યું છે. સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ હતા અને બાથરૂમમાં પડી જવાને કારણે તેમને ઈજાઓ થઈ હતી. આ પછી તેમને પહેલા દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ (Deendayal Upadhyaya Hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત લથડવા લાગી ત્યારે તેમને જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Reliance share: ઉધોગપતિ મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, અલગ કરશે આ બિઝનેસ, RILના શેરમાં ભારે તેજી..

આગામી સુનાવણી 24 જુલાઈએ.

આ પહેલા 26 મેના રોજ સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ને 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજી આગળના આદેશ સુધી લંબાવી છે. આ મામલાની આગામી સુનાવણી 24 જુલાઈએ થશે. ત્યાં સુધી સત્યેન્દ્ર જૈન જામીન પર રહેશે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની જામીન 11મી જુલાઈએ પૂરી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 10 જુલાઈએ સત્યેન્દ્ર જૈન તેમના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે.

શું છે મામલો?

24 ઓગસ્ટ 2017ના રોજ સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ(Money laundering case) માં ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ (CBI) એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. 2019માં સત્યેન્દ્ર જૈનને નિયમિત જામીન મળ્યા હતા પરંતુ 31 મે 2022ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પછી જેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version