Site icon

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર :- આજે આ સમયે ઈન્ટરનેટ બેન્કિંગ સહિત આટલી સેવાઓ બંધ રહેશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

રવિવાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે તેના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વની માહિતી બહાર પાડી છે. બેંકની કેટલીક સેવાઓ  11 ઓક્ટોબરે થોડા સમય માટે સ્થગિત થવાની છે. ગ્રાહકો થોડા સમય માટે ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈની સુવિધા મેળવી શકશે નહીં. SBI એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. જો તમારે કોઈ મહત્વપૂર્ણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું હોય, તો તેને જલ્દીથી પૂર્ણ કરો.

આ સેવાઓ 11 ઓક્ટોબરના રોજ રાતે 11:20 થી 1:20 સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આ પહેલા પણ બેંક ઘણી વખત સેવાઓ બંધ કરી ચૂકી છે.

મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના ડેટા ફોન ટેપિંગ દ્વારા લીક કેસમાં નિવેદન નોંધવા માટે મુંબઈ પોલીસે આ અધિકારીને સમન મોકલ્યા

નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી જ્યારે એસબીઆઈની કોઈ સેવાને અસર થઈ હોય. અગાઉ 4 અને 5 સપ્ટેમ્બરે બેંકની કેટલીક સેવાઓ બંધ હતી. જુલાઈ મહિનામાં પણ 11,16 અને 17 તારીખે સેવાઓ રાતના સમયે બંધ કરાઈ હતી.

 ગઈ કાલે રાત્રે પણ 12.30થી 2.30 દરમિયાન ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈની સુવિધા બંધ હતી. SBI બેંકે ટ્વીટ કર્યું હતું કે સિસ્ટમ મેન્ટેનન્સને કારણે આ સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

Brain Eating Amoeba: કેરળમાં આ બીમારી એ ઉચક્યું માથું, અત્યાર સુધીમાં 19 મૃત્યુ; 3 મહિનાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધો પણ સંક્રમિત
Bottled water: બોટલનું પાણી પીવાથી દર વર્ષે અધધ આટલા માઇક્રોપ્લાસ્ટિક ગળી રહ્યા છીએ, જે શરીરમાં જઈને આ ખાસ અંગોને નબળા કરી રહ્યા છે
Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Exit mobile version