ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. લોક ડાઉન ને કારણે જે મજૂરોની નોકરી ગઈ છે તેમજ વેતન કાપવામાં આવ્યું છે તે સંદર્ભે સરકાર શું કરી રહી છે આ માટે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે. તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મજૂરો અને ઉદ્યોગો એક સિક્કાની બે બાજુ છે. આથી કોઈને પણ દંડવા યોગ્ય નહીં રહે. આ વિવાદ વાતચીતથી સુલજાવવો રહ્યો તેમજ તકલીફ પડે તો શ્રમ વિભાગની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આશરે બે કરોડ 40 લાખ જેટલા લોકો બેરોજગાર થયા છે. તેમજ તેઓને વેતન અને ભથ્થા ઓછા મળ્યા છે. આથી અનેક લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પક્ષકારને દંડવામાં નહીં આવે તેમજ આખા મામલાને ચર્ચાથી ઉકેલવાના માર્ગ ઉપર સુપ્રીમ કોર્ટ ચાલી રહી છે….
