ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મહારાષ્ટ્ર રાજ્ય માં કોરોના ને લીધે દર્દી ઓ ની સંખ્યા માં ધરખમ વધારો નોંધાયો છે. તેમની સારવાર અર્થે દવાઓ અને ઈન્જેકશન ની ખપત પણ વધી છે.ગુજરાત રાજ્ય માં પણ કોરોના દર્દી ઓ ની સંખ્યા માં વધારો થતો જોવા મળી રહ્યો છે ,જેને પગલે ગુજરાત રાજ્ય માં રેમડેસીવીર ઈન્જેકશન ની અછત સર્જાઈ રહી છે . એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ અછત મહારાષ્ટ્ર માં વધતા કેસ ને લીધે છે . મહારાષ્ટ્રમાં રેમડેસીવીરની માંગ સૌથી વધુ છે. તેથી મોટાભાગનો સપ્લાય મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે.
ગુજરાત માં મોટા શહેરો જેવાકે સુરત , વડોદરા , રાજકોટ માં કંપનીઓ દ્વારા સ્ટોક રિલીઝ ન થતા કૃતિમ અછત સર્જાઈ છે. કોરોના દર્દી માટે બહુ જ ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને વાતાવરણ ગરમાયું છે. સુરતમાં રેમડેસીવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે સ્થાનિક લોકોને ભટકવાનો વારો આવ્યો છે.તો વડોદરામાં કેટલાક વિસ્તારોના મેડિકલ સ્ટોરોમાં રેમડેસીવીર ઈન્જેક્શનનો ક્યાંક સ્ટોક છે, તો ક્યાંક ખૂટ્યો છે.
જોકે, ગઈકાલે ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.