ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કેન્દ્ર સરકારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પર રોકને 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધી છે.
DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAની મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં.
નોંધનીય છે કે અગાઉ આ પ્રતિબંધ 31મી જાન્યુઆરી સુધી જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.