Site icon

રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય, કોઈ પ્રયોગ નહીં, ભારતીય વાયુસેનામાં હવે મહિલા ફાઈટર પાઈલટ કાયમી થશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર. 

ભારતીય વાયુસેનાએ મહિલા ફાઈટર પાઈલટને સામેલ કરવાનો મોટો નિર્ણય લીધો છે. 

સંરક્ષણ મંત્રાલયે વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલોટ્સને સામેલ કરવા માટે પ્રાયોગિક યોજનાને કાયમી યોજનામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

એટલે કે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટ્સને કાયમી ધોરણે સામેલ કરવામાં આવશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આ નિર્ણય ભારતની મહિલા શક્તિની ક્ષમતા અને મહિલા સશક્તિકરણ પ્રત્યે પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. 

આ નિર્ણય સુપ્રીમ કોર્ટે ત્રણેય સેવાઓમાં ભરતી માટે પુરુષોની સ્પેશ્યાલિટી માનવામાં આવતી પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં મહિલાઓના પ્રવેશ માટેનો માર્ગ મોકળો કર્યાના મહિનાઓ પછી આવ્યો છે.  

અગાઉ, પ્રજાસત્તાક દિવસના અવસર પર, દેશની પ્રથમ મહિલા રાફેલ ફાઇટર જેટ પાઇલટ શિવાંગી સિંહે પણ બુધવારે રાજપથ પર પરેડમાં નીકળેલી વાયુસેનાની ઝાંખીમાં ભાગ લીધો હતો. એરફોર્સના ટેબ્લોનો ભાગ બનનાર તે બીજી મહિલા ફાઈટર પાઈલટ છે.

 

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version